Jai Hind

બેન્ક લોનના નાણા નહીં ભરી ચાર વર્ષથી ફરાર આરોપીને લીલીયા પોલીસે ઝડપ્યો

આરોપીને ઝડપી જિલ્લા જેલ અમરેલી ખાતે સોંપ્યો

લીલીયા કોર્ટના સજા વોરંટના કામે છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને લીલીયા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, લીલીયા તાલુકાના ભેસવડી ગામે રહેતા અનિલ કેશવભાઈ ગોહિલ નામનો આરોપીએ અગાઉ બેન્કમાંથી લોન લીધા બાદ બેન્કની લોનના નાણા નહીં ભરવાના કેસમાં લીલીયા કોર્ટ દ્વારા આ આરોપીને ફટકારવામાં આવેલી સજા તથા દંડની રકમ ભરવામાં કસૂર કરી નાસતો ફરતો હતો. આરોપી વિરુદ્ધ લીલીયા કોર્ટ દ્વારા સજા વોરંટ પણ જારી કરવામાં આવ્યુ હતુ. આ અંગે લીલીયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ વાય.એમ.જાડેજાની રાહબરી હેઠળ લીલીયા પોલીસ ટીમ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે લીલીયા પોલીસે કાર્યવાહી કરી આરોપી અનિલભાઈ કેશવભાઈ ગોહિલને ઝડપી પાડ્યો હતો.આ ઝડપાયેલા આરોપીને લીલીયા પોલીસ સ્ટેશન ખાતે લાવી જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી લીલીયા કોર્ટના હુકમ અનુસાર આરોપીને જિલ્લા જેલ, અમરેલી ખાતે સોંપવામાં આવ્યો હતો.