Jai Hind

એન્ટી નાર્કોટીક્સ વિંગનો રાજ્યમાં પ્રથમ NDPS કેસ : ભાવનગરમાં પીલગાર્ડન પાસેથી નશીલી કફ સિરપના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ અને સપ્લાય રોકવા માટે રચાયેલી ’એન્ટી નાર્કોટીક્સ વિંગ’ (અગઠ) ભાવનગર દ્વારા રાજ્યમાં પ્રથમ ગઉઙજ કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ભાવનગરમાંથી એક શખ્સ નશીલા કફ સિરપના જથ્થા સાથે ઝડપાયો હતો.
આ અંગેની વિગત મુજબ અજઈં જયરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પીલગાર્ડન બગીચા પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા હિતેશ ઉર્ફે હેમંગ રાજુભાઇ રાઠોડ (રહે. અક્ષરપાર્ક સોસાયટી, શેરી નં.15, પ્લોટ નં.505, કુંભારવાડા, ભાવનગર) નામના શખ્સની પોલીસે તપાસ કરતા તેની પાસેથી ઈજ્ઞમયશક્ષય ઙવજ્ઞતાવફયિં નું ઘટક તત્વ ધરાવતી કફ સિરપની 10 બોટલ મળી આવી હતી.
છ.છ.ઊ ટીમે નાર્કોટીક્સ મુદ્દામાલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ગઉઙજ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.