Jai Hind

ઉનામાં વિકાસનો ધમધમાટ! રૂ.2.26 કરોડના વિકાસ કાર્યોની નગરજનોને ભેટ

ભીમપરા-પાલેશ્ર્વર સુધી રૂ.1.31 કરોડના ખર્ચે બનશે સી.સી. રોડ: તુલસીધામ સોસાયટીમાં રૂ.95 લાખના ખર્ચે બનેલા સુંદર બગીચાનું લોકાર્પણ: ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને નગરપાલિકા પ્રમુખ હર્ષાબેન રાઠોડના હસ્તે ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું , વિકાસકાર્યોને પગલે બંને વિસ્તારોમાં ખુશીનો માહોલ

ઉના શહેરના વિકાસની ગાથામાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે.શહેરના વોર્ડ નં.4 અને વોર્ડ નં.5 ના નગરજનોનેએકસાથે રૂ.2કરોડ26 લાખના વિકાસ કાર્યોની ભેટ મળી છે. એક તરફ ભીમપરા વિસ્તારમાં રેલવે ફાટકથી પાલેશ્વર મંદિર સુધીના મહત્વપૂર્ણ માર્ગ ને રૂ.1 કરોડ 31લાખના ખર્ચે સી.સી. રોડમાં પરિવર્તિત કરવાનું કામ હાથ ધરાયું છે, તો બીજી તરફ તુલસીધામ સોસાયટીમાં રૂ.95 લાખના ખર્ચે તૈયાર થયેલા સુંદર બગીચાનું નગરજનો માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બંને વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ઉના ના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉના નગરપાલિકા પ્રમુખ હર્ષાબેન ભોળુભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વ ભાજપ પ્રમુખ ચંદુભાઈ કોટેચા, રાજુભાઈ ડાભી, ચીફ ઓફિસર ચૌહાણ સંજયભાઈ બાંભણીયા સહિત કાર્યક્રમોમાં સ્થાનિક નગરજનો, આગેવાનો અને કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. ઉના શહેરના વોર્ડ નં.5ના ભીમપરા વિસ્તારમાં રેલવે ફાટકથી પાલેશ્વર મંદિર સુધીનો માર્ગ રૂ.1 કરોડ 31 લાખના ખર્ચે સી.સી. રોડ તરીકે વિકસાવવામાં આવશે. આ માર્ગ વિસ્તારના લોકો માટે મહત્વપૂર્ણ અવરજવર નો માર્ગ છે. રોડના નિર્માણનું ખાતમુહૂર્ત થતાં સ્થાનિકો માંલાંબાસમયથીજરૂરીએવી માર્ગ સુવિધા વધુ મજબૂત બનવાની આશા જાગી છે.સી.સી. રોડનું નિર્માણ પૂર્ણ થયા બાદ સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકો અને રાહદારીઓને પણ વધુ સુવિધા મળી શકશે. રસ્તાની સુવિધા સુધરવાથી વિસ્તારની કનેક્ટિવિટી અને દૈનિક અવરજવરમાં પણ સરળતા આવવાની અપેક્ષા છે. વોર્ડ નં.4ની તુલસીધામ સોસાયટીમાં રૂ.95 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સુંદર બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સોસાયટી તથા આસપાસના વિસ્તારમાં રહેતા નગરજનો માટે આ બગીચો જાહેર ઉપયોગની મહત્વપૂર્ણ સુવિધા બની રહેશે.બાળકોને રમવા માટેનું સ્થળ, વડીલોને બેસવા અને ફરવા માટેનું વાતાવરણ તેમજ નગરજનોને હરિયાળા વાતાવરણમાં સમય પસાર કરવાની તક મળી રહે તે દિશામાં બગીચો ઉપયોગી સાબિત થવાની અપેક્ષા છે. શહેરના વિકાસ માં માત્ર રસ્તા અને માળખાકીય સુવિધાઓ જ નહીં, પરંતુ નાગરિકોના જીવનમાં સુખાકારી અને હરિયાળી વધારતી સુવિધાઓનું પણ મહત્વ છે, તે દિશામાં આ બગીચાનું લોકાર્પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. એક જ સમયે શહેરના બે અલગ-અલગ વોર્ડમાં રૂ.2.26 કરોડના વિકાસકાર્યોને ગતિ મળતાં સ્થાનિક નગરજનોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને ભીમપરા વિસ્તારમાં રોડનું ખાતમુહૂર્ત અને તુલસીધામ સોસાયટીમાં બગીચાનું લોકાર્પણ થતાં બંને વિસ્તારોના રહેવાસીઓએ વિકાસકાર્યોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને નગરજનો દ્વારા વિસ્તારની જરૂરીયાતોને અનુરૂપ વિકાસકાર્યો ને પ્રાથમિકતા આપવા બદલ સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ હાથ ધરાયેલા કામો ગુણવત્તા પૂર્વક અને સમયસર પૂર્ણ થાય તેવી અપેક્ષા પણવ્યક્ત કરવામાં આવી હતી.

ઉના શહેર-તાલુકાના વિકાસ માટે સતત કટિબદ્ધ
ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે ઉના શહેર અને તાલુકાના વિકાસ માટે સતત કટિબદ્ધ રહેવાની વાત વ્યક્ત કરી હતી. નગરજનોને પાયાની સુવિધાઓ વધુ સારી રીતે મળી રહે અને શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરી વિકાસકાર્યોને ગતિ મળે તે માટે સતત કામગીરી કરવાની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ, જાહેર સુવિધાઓ, બગીચા સહિતના વિકાસકાર્યો આગળ વધે અને નગરજનોને તેનો સીધો લાભ મળે તે દિશામાં કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હોવાનું પણ જણાવાયું હતું. બંને વિકાસકાર્યોના કાર્યક્રમોમાં જિલ્લા અને તાલુકા સંગઠનના હોદ્દેદારો, ઉના નગરપાલિકાના સદસ્યો, સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિકાસકાર્યોને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.આ રીતે ઉના શહેરના વોર્ડ નં.4 અને વોર્ડ નં.5માં એક સાથે રૂ.2.26 કરોડના વિકાસકાર્યોને વેગ મળતા શહેરના વિકાસમાં વધુ એક કડી ઉમેરાઈ છે.