માળિયા હાટીના માં બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર દ્વારા પૂર્વજ પિતૃ આત્માઓને પરમાત્મા શક્તિનો સકાશ તથા સ્વ પરિવર્તનથી સમાજ પરિવર્તન – આધ્યાત્મિક સ્નેહ મિલન અંતર્ગત ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માળીયા હાટીના શહેરની વિવિધ જ્ઞાતિઓના પ્રમુખો, ગણમાન્ય વ્યક્તિઓ તેમજ સેવાકેન્દ્ર સાથે જોડાયેલા ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેશોદ સેવાકેન્દ્રનાં સંચાલિકા બ્રહ્માકુમારી રૂપાબેને પરમાત્મા સંદેશ આપતાં જણાવ્યું કે આપણા વિચારો કેવા છે-સકારાત્મક છે કે નકારાત્મક. જીવનમાં હંમેશા સારા અને સકારાત્મક વિચારોનું નિર્માણ થાય તે માટે રાજયોગ દ્વારા આત્મિક જાગૃતિ વિકસાવવી જરૂરી છે. જ્યારે વ્યક્તિના વિચારોમાં સકારાત્મક પરિવર્તન આવે છે,
ત્યારે તેના જીવનમાં પણ પરિવર્તન આવે છે અને સ્વ પરિવર્તન જ સમાજ પરિવર્તનનો આધાર બને છે આ પ્રસંગે માળીયા હાટીનાની 21 વિવિધ જ્ઞાતિઓના પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું.હતું માળીયા હાટીના સેવાકેન્દ્રનાં સંચાલિકા બ્રહ્માકુમારી મીતાબેન દ્વારા તમામ જ્ઞાતિ પ્રમુખોને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.હતા