જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ બીલના બાકી લેણાની વસૂલાત માટે પીજીવીસીએલ દ્વારા મેગા ડિસકનેક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી. પ4,080 ગ્રાહકોના બાકી વીજબીલના રૂ. ર3 કરોડની વસૂલાત માટે પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળ કુલ 347 ટીમો આ ડ્રાઈવમાં જોડાઈ હતી. આ મેગા ડ્રાઈવ દરમિયાન કુલ 8,904 ગ્રાહકોના કનેક્શન ડિસકનેક્શન માટે મૂકાયા હતાં, જે પૈકી ર,036 ગ્રાહકોના વીજ જોડાણ કાપવામાં આવ્યા હતાં, તેમજ રૂ. 9.34 કરોડની વસૂલાત કરવામાં આવી હતી.
જામનગર પીજીવીસીએલ સર્કલ હેઠળ આવતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મેગા ડ્રાઈવ યોજાઈ હતી. 38 પેટા વિભાગીય કચેરીઓમાં ડિસકનેક્શન કામગીરીમાં 347 ટીમો જોડાઈ હતી.
વીજ તંત્ર દ્વારા આ ડ્રાઇવ પહેલા 3,4પ6 ગ્રાહકો પાસેથી રકમ વસૂલવામં આવી હતી. કુલ પ,49ર ગ્રાહકો સામે કરાયેલી કામગીરીમાં રૂ. 7.03 કરોડની બાકી રકમ આવરી લેવાઈ હતી.
1,પ78 ગ્રાહકોએ રી-કનેક્શન ચાર્જ રૂ. ર,90,800 સાથે રૂ. 1.8પ કરોડની ભરપાઈ કરી હતી, જેનાથી એક્ચ્યુઅલ એલટી એનર્જી કલેક્શન રૂમ. પ93.74 લાખ અને ઓનલાઈન કલેક્શન રૂમ. 341.01 લાખ મળીને કુલ રૂ. 934.7પ લાખની આવક થઈ હતી.
સિટી-1 ડિવિઝનમાં 46 ટીમે 1,3રર કનેક્શન સામે કામગીરી કરી 363 વીજ જોડાણ કાપી રૂ. 161.7પ લાખ, સિટી-ર ડિવિઝનમાં 4ર ટીમે 1,68પ કનેક્શન સામે ર64 કનેક્શન કાપી રૂ. 338.પ3 લાખ, ગ્રામ્ય ડિવિઝનમાં 80 ટીમ દ્વારા 1,63ર કનેક્શન સામે 34ર કનેક્શન કાપી રૂમ. 111.98 લાખ, જામજોધપુર ડિવિઝનમાં પ0 ટીમ દ્વારા 1176 કનેક્શન સામે 437 કનેક્શન કાપી રૂ. 7પ.64 લાખ, ખંભાળિયા ડિવિઝનમાં પ3 ટીમે 1,પપ0 કનેક્શન સામે 319 કનેક્શન કાપી રૂ. 117.ર6 લાખ તેમજ દ્વારકા ડિવિઝન માં પ6 ટીમે 1,પ39 કનેક્શન સામે 399 કનેક્શન કાપીને રૂ. 1ર9.70 લાખની વસૂલાત કરી હતી.