ચોટીલાના ચિરોડા ગામની વાડીમાંથી 4.24 લાખનો દારૂ મળ્યો
સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ટીમે ધ્રાંગધ્રા-કોંઢ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી એક ક્રેટા કાર ઝડપી પાડી છે. પોલીસે કારમાંથી 2160 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે, જેની કિંમત રૂ.3.92 લાખ આંકવામાં આવી છે.
એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરાઈ હતી. વાહન ચેકિંગ દરમિયાન ૠઉં 38 ઇૠ 7282 નંબરની શંકાસ્પદ ક્રેટા કારને રોકવામાં આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને ક્રેટા કાર મળી કુલ રૂ.9.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના સુનિલકુમાર ભગવાનરામ સાહુને પકડવામાં આવ્યો છે. કાર માલિક દિનેશ હીરાલાલ ખિસાડ અને દારૂ મંગાવનાર સહિત ત્રણ લોકો વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. ચોટીલા પોલીસે ચિરોડા (ભાદર) ગામની એક વાડીમાંથી 1,869 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂની કિંમત આશરે 4,24,134 રૂપિયા છે. પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો છે, પરંતુ આરોપી ફરાર છે.
પોલીસને બાતમી મળી હતી કે હરેશભાઈ ગેલાભાઈ ખીચડીયાની વાડીમાં દારૂ રાખી વેચાણ થાય છે. આથી, પોલીસે વાડીના રહેણાંક મકાન પાછળની બંધ ઓરડીમાં દરોડો પાડ્યો. દરોડા દરમિયાન આરોપી હાજર મળ્યો ન હતો. પોલીસે સ્થળ પરથી 1,869 શીલબંધ બોટલો જપ્ત કરી. ચોટીલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે.