આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે મેરિટાઇમ વિઝન 2030 અને અમૃતકાળ 2047ને સાકાર કરવા કાર્ય કરવાનો સંકલ્પ
જામનગરના રહેવાસી અને મૂળ બારાડી પંથકના રાહુલ મોદી ઇન્ડિયન મેરીટાઇમ સેન્ટર (ઈંખઈ)ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. તેઓ બારાડી લોહાણા સમાજના પ્રમુખ, ઉદ્યોગ અગ્રણી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ભરતભાઈ જમનદાસ મોદીના સુપુત્ર છે.
22 સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં બહુમતીથી ચૂંટાયા બાદ રાહુલ મોદીએ 2 ઑક્ટોબરે મુંબઈમાં કેન્દ્રીય બંદરો, જહાજરાણી અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલની ઉપસ્થિતિમાં અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ ઈંખઈની પ્રગતિ, ભાવિ યોજનાઓ અને સંચાલન સંબંધિત જરૂરિયાતોની સમીક્ષા કરી હતી. તેમણે મોદીની નવી જવાબદારીને આવકારી શુભેચ્છા પાઠવી અને ઈંખઈના કાર્યને આગળ વધારવા સરકારના સહયોગની ખાતરી આપી હતી.
મંત્રીએ ઈંખઈ સમગ્ર મેરિટાઇમ સમુદાય માટે સહિયારા મંચ તરીકે કાર્ય કરે અને ભારતના દરિયાઈ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય ભાગીદારીને વધુ મજબૂત બનાવે તે અંગે ભાર મૂક્યો હતો. મેરિટાઇમ દેશો અને સંસ્થાઓ સાથે સુવ્યવસ્થિત સંવાદ, ઔપચારિક ભાગીદારી અને ખજ્ઞઞ વિકસાવવાની દિશામાં આગળ વધવા પણ તેમણે પ્રોત્સાહન આપ્યું હતું. મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મોદી ઈંખઈની ટીમ સાથે મળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને બળ આપશે અને મેરિટાઇમ વિઝન 2030 તથા અમૃતકાળ વિઝન 2047ના લક્ષ્યોને અનુરૂપ ભારતના દરિયાઈ ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપશે.
રાહુલ મોદીએ જણાવ્યું હતું કે, ભારતીય દરિયાઈ ક્ષેત્રને વધુ સશક્ત, આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે અગ્રણી બનાવવા માટે હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં મેરિટાઇમ ક્ષેત્રની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. ઈંખઈની ટીમ સાથે મળીને સરકાર, બંદરો, શિપિંગ કંપનીઓ, ઉદ્યોગો, વિવિધ મેરિટાઇમ એસોસિયેશનો અને શૈક્ષણિક સંસ્થાઓને એક મંચ પર લાવી સહયોગ વધારવા અમે પ્રતિબદ્ધ છીએ.