Jai Hind

સિકકામાં કૌટુંબિક ભાણેજને શારીરીક વેદના આપી હત્યા કરનાર મામાને ફાંસી

જામનગરની ખાસ અદાલતનો ચુકાદો

જામનગર તાલુકાના સિક્કામાં 8 વર્ષ ની બાળકી પર તેના કૌટુંબિક મામા એ ગુપ્ત ભાગવા દામ આપીને દિવાલમાં માથું બચાવીને ભાણકીની હત્યા નીપજાવી હતી . આ રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી ને અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી ફાંસીની સજા ફટકારી છે. જામનગર જિલ્લાના આ કિસ્સામાં પ્રથમ વખત પોક્સો કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો છે.
જામનગર નજીકના સિક્કા ગામમાં ગઈ તા.12-1-2025 ના દિને આઠેક વર્ષની એક બાળકી સાથે અણછાજતા અડપલા કર્યા પછી બાળકીને ગુપ્ત ભાગમાં ડામ આપીને આ બાળકીને તેના મામા નીતિન ડોસાજી માણેકે દીવાલ સાથે પછાડી બાળકી ની હત્યા નીપજાવી હતી. આ બનાવ જે તે વખતે બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે ગુનો નોંધીયો હતો અને તપાસ શરૂ કરી હતી . તથા આરોપીની ધરપકડ કરી હતી.
આ શખ્સે પોતાની સાથે રહેતી આઠેક વર્ષ ની ભાણેજ પર કુદ્રષ્ટિ કરી તેની સાથે અડપલા કરવા ઉપરાંત બાળકી એ પ્રતિકાર કરતા તેનું દિવાલ સાથે માથું અથડાવી હત્યા કરી હતી
ઉપરોક્ત કેસમાં ચાર્જશીટ થયા પછી પોલીસ ઇન્સ્પેક્ટર વી બી ચૌધરી તપાસ શરૂ કરીને માત્ર 35 દિવસમાં જ અદાલતમાં ચાર્જશીટ રજૂ ક કર્યું હતું.
જામનગર ની ખાસ પોક્સો અદાલત માં આ કેસ ચાલવા પર આવ્યો હતો. સરકાર તરફથી રોકાયેલા પીપી ભારતીબેન વાદી એ કેસના સમર્થનમાં 23 સાક્ષીઓની જુબાની રજૂ કરી હતી અને 95 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી નીતિન ડોસાજી માણેક ને તક્સીરવાન ઠરાવ્યો હતો. અને આજે આરોપી નીતિન ડોસાજી ને ફાંસીની સજા નો આદેશ કર્યો છે.
જામનગર જિલ્લામાં રેરેસ્ટ ઓફ રેર ગણાય તેવા આ કિસ્સામાં અદાલતે ફાંસીની સજા ફટકારતા આરોપીને અદાલત માંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જેલ માં લઈ જવામાં આવ્યો હતો.