Jai Hind

ઉના : સેવાસેતુ કાર્યક્રમમાં 80% કર્મી ગાયબ : 13 ગામના અરજદાર રઝળ્યા

ગરાળના સેવાસેતુમાં સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી : ખેડૂતોની મજૂરી બગાડી કેમ્પમાં પહોંચેલા ગ્રામજનોને અધિકારીઓની ગેરહાજરીનો કડવો અનુભવ: સરકારી યોજનાઓના લાભ માટે યોજાતા કાર્યક્રમમાં જ વહીવટી તંત્રની બેદરકારી છતી

(પ્રતિનિધિ દ્વારા) ઉના તા. 9
સરકાર છેવાડાના માનવી સુધી સરકારીયોજનાઓઅને વહીવટી સેવાઓનો લાભ સરળતાથી પહોંચે તેવા હેતુ થી સેવાસેતુ કાર્યક્રમો પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે.પરંતુ જ્યારે જનતાની સુવિધા માટે યોજાયેલાઆવા કાર્યક્રમોમાં જ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ની બેદરકારી સામે આવે, ત્યારે સમગ્ર આયોજનની ઉપયોગિતા સામે સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે.
ઉનાતાલુકાના ગરાળ ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમ માં બપોર બાદ અંદાજે 80 ટકા કર્મચારીઓ ગેરહાજર હોવાના આક્ષેપો સામે આવતાં વહીવટીતંત્રનીકામગીરી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આસપાસનાં 13 ગામના લોકોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે મળી રહે તેવા હેતુથી યોજાયેલા આ કેમ્પમાં જ અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો હોવાની સ્થિતિ સર્જાઈ હતી.
ગરાળ ગામે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં સવારના સમયે અધિકારીઓ અને કર્મચારીઓની હાજરી જોવા મળી હતી, પરંતુ બપોર બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ હોવાના આક્ષેપો ઉઠ્યા છે. બપોરે સાડા ત્રણથી ચાર વાગ્યાની આસપાસ કેમ્પના સ્થળે મોટાભાગની ખુરશી ઓ ખાલી જોવા મળી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ફરજ પરના અંદાજે 80 ટકા કર્મચારીઓ પોતાની જગ્યાએ હાજર ન હોવાથી વિવિધ કામો માટે આવેલા અરજદારો અટવાઈ ગયા હતા.
આ સમયે માત્ર રામેશ્વર અને ગરાળ ગામના તલાટી-કમ-મંત્રી તેમજ આરોગ્ય વિભાગ, આધારકાર્ડવિભાગ, રેશનકાર્ડ વિભાગ ,બાળ કલ્યાણ વિભાગના કર્મચારી ઓજહાજર હોવાનું જાણવા મળ્યું હતું.અન્યવિભાગો ના કર્મચારીઓ ગેરહાજર હોવાના કારણે અરજદારોને જરૂરી સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડી હતી. પરિણામે, 13 ગામના લોકોને એક જ સ્થળે સરકારી સેવાઓ પૂરી પાડવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં જ લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી હાલ ખેતીની સીઝન ચાલી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં અનેક શ્રમિકો અને ખેડૂતો રોજિંદી મજૂરી તથા ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આવા સંજોગોમાં કોઈ સરકારી કામ માટે ખેડૂત કે મજૂરે કામમાંથી સમય કાઢવો પડે, મજૂરી છોડવી પડે અને ગામથી કેમ્પ સુધી પહોંચવા માટે સમય તથા નાણાં ખર્ચવાં પડે, તેસામાન્ય બાબત નથી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો ખેડૂતો પાસેથી બપોરે ત્રણ વાગ્યાની આસપાસ રજા લઈને સેવાસેતુ કેમ્પમાં પોતાનાં કામ માટે પહોંચ્યા હતા. પરંતુ સ્થળ પર સંબંધિત અધિકારી કે કર્મચારી હાજરનહોય તો આવા અરજદારો કોની પાસે જાય અને પોતાનું કામ કોની પાસેથી કરાવે તેવો સવાલ ઊભો થયો હતો.
એક તરફ સરકાર ગ્રામ્ય જનતાને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ અપાવવા માટે સેવાસેતુ જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે, તો બીજી તરફ આવા કાર્યક્રમોમાં જ કર્મચારીઓની ગેરહાજરીના આક્ષેપો સામે આવતાં સરકારી આયોજનનો મૂળ હેતુ જ નિષ્ફળ જતો હોવાની લાગણી લોકોમાં જોવા મળી હતી.
સ્થાનિક લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સવાર ના સમયે કેટલાક અધિકારીઓ હાજર હોવાછતાંતેઓ અરજદારોનાં કામને પ્રાથમિકતા આપવાને બદલે અંદરોઅંદર વાતચીત કરવામાં અને મોબાઈલ ફોનના ઉપયોગમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.સરકારી કર્મચારી ઓની ફરજ માત્ર કાર્યક્રમના સ્થળે હાજરી પૂરતી મર્યાદિત ન હોઈ શકે. જનતાની સમસ્યાઓસાંભળવી, જરૂરી દસ્તાવેજો અંગે યોગ્ય માર્ગદર્શન આપવું અને અરજદારોનાં કામ સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું પણ એટલું જ મહત્ત્વનું છે. ત્યારે સેવાસેતુ જેવા જાહેરલક્ષી કાર્યક્રમમાં અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડે અને સંબંધિત કર્મચારીઓ જ હાજર ન હોય તો જવાબદારી કોની, તેવો પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે.

આધારકાર્ડમાં સુધારા માટે પણ અરજદારોની મુશ્કેલી વધ્યાનો આક્ષેપ

કેમ્પમાં આધારકાર્ડ વિભાગના કર્મચારીઓહાજરહોવા છતાં જન્મતારીખ અથવા અન્ય વિગતોમાં સુધારા કરાવવા આવેલા ગ્રામજનોને સોગંદનામું રજૂ કરવાની માગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો. દૂરનાં ગામોમાંથી આવેલા શ્રમિકો અને સામાન્ય પરિવારો માટે આવી પ્રક્રિયા મુશ્કેલીરૂપ બની હતી અહીં સવાલ એ નથી કે જરૂરી દસ્તાવેજો માગવા જોઈએ કે નહીં, પરંતુ અરજદારોને અગાઉથી સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે નહીં અને જરૂરી પ્રક્રિયા અંગે સ્થળ પર યોગ્ય સમજ આપવામાં આવી હતી કે નહીં, તે મહત્ત્વનું છે. જો કોઈ કામ માટે વધારા ના દસ્તાવેજોની જરૂર હોય, તો અરજદારોને સ્પષ્ટ માહિતી આપી તેમની મુશ્કેલી ઓછી કરવી તંત્રની જવાબદારી છે.

કેમ્પમાં સર્જાયેલી પરિસ્થિતિને લઈને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. લોકોમાં એવી ચર્ચા હતી કે અધિકારીઓ સામે વારંવાર ફરિયાદો થાય છતાં જો કોઈ અસરકારક પગલાં લેવામાં ન આવે, તો કર્મચારીઓમાં જવાબદારીનો ડર કેવી રીતે ઊભો થાય? સરકારી ફરજ દરમિયાન ગેરહાજરી કેબેદરકારી બદલ જવાબદારી નક્કી કરવામાં ન આવે તો ભવિષ્ય માં આવા કાર્યક્રમોમાં તમામ સંબંધિત વિભાગોના કર્મચારીઓ નિર્ધારિત સમય સુધી હાજર રહે તે માટે જવાબદારી નક્કી કરવામાં આવે તેવી માગણી થઈ રહી છે.