ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનું સમાપન: 300 જેટલા યોગ જિજ્ઞાસુ જોડાયા : સંગોષ્ઠિના પ્રતિભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા
વિકાસ સપ્તાહ-2026 અંતર્ગત છઞજઅ ઈજ્ઞળાજ્ઞક્ષયક્ષિં ગજ્ઞ. 11 – ઋફભીહિું ઈંળાજ્ઞિદયળયક્ષિં ના સહયોગથી તથા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના વિશિષ્ટ યોગ કેન્દ્ર, પતંજલિ વેલનેસ કેન્દ્ર અને શારીરિક શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારતના નિર્માણમાં યોગ, શારીરિક શિક્ષણ, મર્મ અને પ્રાકૃતિક ચિકિત્સાની ભૂમિકા વિષય પર આયોજિત ત્રિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી નો સમાપન સમારોહ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો.
આ સમાપન સમારોહ ની શરૂઆત વેદ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્ય અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરેલ ત્યારબાદ યુનિવર્સિટી ના કુલ ગીત ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કુલસચિવ ડો. મહેશકુમાર મેતરા દ્વારા શાબ્દિક સ્વાગત-પરિચય કરાવવામાં આવેલ અને સમારોહમાં અધ્યક્ષતા સંસ્કૃત યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ ડો. નરેન્દ્રકુમાર પંડ્યા તથા મુખ્ય અતિથિ ડો.પાચાભાઈ દમણિયા, એમ.ડી. (આયુર્વેદ), આયુર્વેદ નિષ્ણાત, ડો. દમણિયા આયુર્વેદિક હોસ્પિટલ, ઊના, ગીર સોમનાથ તથા વિશિષ્ટ અતિથિ તરીકે ડો.રાહુલ ભટ્ટ, મુખ્ય તબીબી અધિકારી અને પ્રાકૃતિક ચિકિત્સા સલાહકાર, યોગાશ્રમ નેચર ક્યોર સેન્ટર, જૂનાગઢ ઉપસ્થિત રહ્યા હતા. સંગોષ્ઠિના સંયોજક ડો. મનન કુમાર અગ્રવાલે ત્રિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી નો અહેવાલ રજૂ કર્યો હતો. 511 વાર સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યાં. 220 સંશોધકોએ શોધપત્ર પ્રસ્તુતિ કરી અને 80 પ્રતિભાગીઓએ આ ત્રિ-દિવસીય સેમિનારમાં ભારતભરના વિવિધ સ્થાનોથી પધારેલા કુલ 300 જેટલા યોગ જિજ્ઞાસુ ઓએ ભાગ ગ્રહણ કર્યો. ત્યારબાદ પ્રતિભાગી ઓએ સંગોષ્ઠી દરમિયાન પ્રાપ્ત થયેલ જ્ઞાન, અનુભવ અને પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. આ તબક્કામાં તુલસી ભાભોર, ડો. ઇન્દ્રાણી ત્રિવેદી, દિવ્યાંશ જૈન, જયપાલ સિંહ રાજપૂત, જય રામ કુશવાહા અને પૂનમ મહેતા સહિતના પ્રતિભાગી ઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જયરામ કુશવાહ કે જેઓ લકુલીશ યોગ યુનિવર્સિટી, અમદાવાદ/ઝારખંડથી પધાર્યાં તેમણે અત્રેની યુનિવર્સિટી સાથે ખજ્ઞઞ કરી શૈક્ષણિક અને સંશોધન સંયુક્ત કામગીરી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મુખ્ય અતિથિ ડો. પાંચાભાઈ દમણિયા એ આયુર્વેદ અને ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ ના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સ્વસ્થ જીવનશૈલી ના નિર્માણમાં યોગ, આયુર્વેદ અને પ્રાકૃતિક ઉપચાર ની ભૂમિકા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આયુર્વેદના ગ્રંથ ચરક સંહિતામાં (અધ્યાય-11) પ્રાણેષણા, ધનેષણા અને પરલોકેષણાની વાત કરવામાં આવી છે. (પાતંજલયોગસૂત્રમ્ 2.16) અર્થાત્ ભવિષ્યમાં આવનારા દુ:ખને ટાળવા જોઈએ. પદ્માસનમાં પ્રતિદિન માત્ર 5 મિનિટ બેસવાથી કેન્સર રોગ થતો નથી. સાથે-સાથે વિવિધ આસનોના લક્ષણ અને લાભ ની વાત તેમણે કરી. નિયમિત અનુલોમ-વિલોમ પ્રાણાયામ થી મનુષ્ય બીપી કંટ્રોલ કરી શકે છે. વિશિષ્ટ અતિથિ ડો. રાહુલ ભટ્ટે પ્રાકૃતિક ચિકિત્સા, યોગ અને આરોગ્યપ્રદ જીવનશૈલીના પરસ્પર સંબંધ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્વાસ્થ્યની જાળવણી, રોગપ્રતિકારક ક્ષમતાને સંવર્ધન અને સર્વાંગી સુખાકારી માટે પ્રાકૃતિક ચિકિત્સા ના મહત્ત્વ ને સમજાવ્યું હતું. અધ્યક્ષીય ઉદબોધનમાં યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ ડો. નરેન્દ્રકુમાર પંડ્યા એ યોગ, શારીરિક શિક્ષણ, મર્મ વિજ્ઞાન અને પ્રાકૃતિક ચિકિત્સા જેવી ભારતીય જ્ઞાન પરંપરાઓના સંવર્ધન અને પ્રસાર ની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે આ જ્ઞાન પરંપરાઓને આધુનિક શૈક્ષણિક અને સંશોધનાત્મક અભિગમ સાથે જોડીને સ્વસ્થ, સશક્ત અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપી હતી. અશાન્ત વ્યક્તિને સુખ ક્યાંથી મળે ? પતંજલિ મુનિ ત્રણ શાસ્ત્ર આપ્યા છે 1) યોગસૂત્રમાં (મન ચિત્ત શુદ્ધિ માટે), 2) મહાભાષ્ય મ્ (વાણી/શબ્દ શુદ્ધિ માટે) અને 3) ચરક સંહિતા (શરીર શુદ્ધિ માટે). અંતમાં તેમણે કહ્યું કે યોગમય જીવન જીવનાર મનુષ્ય સ્વસ્થ રહે છે. આ સમારોહ દરમિયાન મંચસ્થ મહાનુભાવોના હસ્તે સંગોષ્ઠીના પ્રતિભાગીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.