માઁ નવદુર્ગાની આરાધનાનું પર્વ એટલે શારદીય નવરાત્રી તા.11ને રવિવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ વર્ષે માતાજીનું આગમન હાથી પર થયું છે. જે સુખ, સમૃઘ્ધિ તથા ધનવર્ષા થનારૂ માનવામાં આવે છે. રાજકોટ શહેરમાં ઠેર ઠેર યોજાતા અર્વાચીન રાસોત્સવ વચ્ચે પ્રાચીન ગરબીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. પ્રાચીન ગરબીઓમાં પ્રથમ નોરતે ઘટસ્થાપન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ સહિતના પ્રાચીન ગરબા પર બાળાઓએ ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી હતી. શહેરના કિસાનપરા ચોકમાં વર્ષોથી યોજાતી પ્રાચીન ચિત્રકુટ ગરબીમાં 6પ થી વધુ બાળાઓએ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી હતી. (તસ્વીર: પ્રવિણ સેદાણી)