Jai Hind

તળાજા પાસે યમદુતનો પડાવ નેશનલ હાઇ-વે પર ધારડી પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતાં 1નું મોત: 4ને ઇજા

કરાટે ચેમ્પીયન પુત્રને એરપોર્ટ મુકવા ગયા હતા પરિવારજનો

ભાવનગર જિલ્લાના તળાજા ધારડી ત્રાપજ નેશનલ હાઇવે પર યમદૂતોએ ડેરાતંબુ નાખ્યા છે.ત્રાપજ નજીક સાત ના મોત નિપજ્યા બાદ ધારડી નજીક બે યુવાનોના મૃત્યુ બાદ આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ થી પુત્રને વિદેશ મોકલીને પરત ફરતા આહીર પરિવારને ધારડી નજીક અકસ્માત નડ્યોહતો. કારમા બેસેલ પાંચ વ્યક્તિઓને ઇનાઓ થઈહતી.જેમાં ડ્રાંઇવર બાજુમાં બેસેલ યુવાનનું મૃત્યુ થયુંહતું.હતભાગી પરિવાર મૂળ રાજુલા તાલુકાના રીંગણીયાળા ગામનો રહેવાસીછે. મૃતક સુરત ખાતે રહેતા હતા. અકસ્માત અંગે મળતી વિગતો મુજબ કેતનભાઈ હાદાભાઈ વાણિયા ઉ.વ.46, ધીરુભાઈ રામજીભાઈ ઉ.વ.55,રેખાબેન કેતનભાઈ વાણીયા ઉ.વ 43,ક્રિશ કેતનભાઈ વાણિયા ઉ.વ.18 અને ધ્યાન લાલજીભાઈ વાણિયા ઉ.વ.3.5 અમદાવાદ એરપોર્ટ પરથી પરત વતન રાજુલા ફરીરહ્યા હતા.વાણિયા પરિવાર નો યુવાન વિદેશમા કરાટે ચેમ્પિયન શિપમાં ભાગ લેવાજતો હોય તેઓને મુકવા ગયાહતા.આર્ટિક કારનં.જીજે-05-આર.વાય.1956 મા પરત ફરતાહતા.એ સમયે ધારડી ગામનજીક નેશનલ હાઇવે પર સિમેન્ટ વહન કરતો ટોરસ ટ્રક નં.જીજે 14-એટી-5520 ઉભેલોહોય તેનીપાછળ આર્ટિક કાર અથડાઇ હતી.કારમા પાંચેય વ્યક્તિ ને ઇજાઓ થઈહતી.તમામ ઇજાગ્રસ્તો ને અહીંની સદવિચાર હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.અહીં કેતનભાઈ વાણિયા નુ મૃત્યુ થયુંહતું.મૃતક યુવન સુરત સ્થાયી થયાછે.અહીં જમીનનો પોપડો ભાડેરાખીને તળાજા સહિત સૌરાષ્ટ્ર માંથી આવતી લકઝરીબસ સહિતના વાહનોને પાર્કિંગ આપવામાટે નો વ્યવસાય કરે છે.
નેશનલ હાઇવેનું પેટ્રોલીંગ માત્ર દેખાવ પુરતું
અકસ્માત ને લઈ આફતગ્રસ્ત પરિવાર ની મદદે આવેલ સેવાભાવીઓએ પ્રતિક્રિયા આપીહતી કે નેશનલ હાઇવે ખાસ કરીને ધારડી નજીક ગૌવંશ ના ધણ બેઠા હોય છે.જેને લઈ નાના અકસ્માતો અનેક થાય છે. અહીંથી પસાર થતા દરોજના હજારો મુસાફરોની ઝીંદગી જોખમમાં મુકાય છે.એ ઉપરાંત રોડપર અથવાતો સાઈડમા ટ્રક ઉભા રહે છે. તેઓને હટાવવા ની જવાબદારી નેશનલ ઓથોરીટીની પેટ્રોલીંગ કરતી ટીમનીપણ છે.આ ટીમ ની કામગીરી મા ક્યાંકને ક્યાંક ખોટ વર્તાઈરહી છે.