Jai Hind

30 દિવસમાં જામનગર, દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરાય તો આંદોલન

જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા મારવિયાની માંગણી

કાલાવડ તાલુકા સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને આજથી 30 દિવસમાં દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં નહિ આવેતો “દુષ્કાળ યાત્રા કાઢવાનું અલ્ટીમેટમ આપતા કાલાવડ તાલુકાના નિકાવા ગામના વતની અને જામનગર જિલ્લા પંચાયત ના પૂર્વ વિરોધ પક્ષના નેતા જે. પી. મારવિયાએ આપ્યું છે.
જે.પી.મારવિયા પ્રજાના પ્રતિનિધી તરીકે સરકારને ચેતવણી આપી કે આજથી 30 દિવસ સુધીમાં જો સરકાર આ બન્ને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહિ આવે તો લાભ પાંચમ પછી ગામડે-ગામડે “દુષ્કાળ યાત્રા “કાઢવામાં આવશે.જેમ સરકારશ્રી માં બેઠેલા નેતાઓ પોતાના રાજકીય રોટલા શેકવા માટે અવાર-નવાર યાત્રાઓ કાઢતા હોય છે જેમકે કળશ યાત્રા, તિરંગા યાત્રા, કે સંકલ્પ યાત્રા આમ અમો જે પી મારવિયા જગતનો તાત ખેડુત, અન્નદાતા જે એક કણ વાવીને મણ પેદા કરનાર આખા જગતને અન્ન પુરૂ પાડનાર હેરાન પરેશાન હોય ત્યારે જે.પી.મારવિયા તેમના વહારે ચડી અડિખમ ઉભો રહીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જઈ ને દુષ્કાળ જાહેર કરવાની અંગેની “દુષ્કાળ યાત્રા” કાઢવામાં આવશે. અને જરૂર પડયે આગામી દિવસોમાં ખેડુતોને થતા અન્યાય સામે ગામડે-ગામડેથી ખેડુતો ભેગા થઈ આવેદન પત્ર પાઠવવામાં આવશે, તેમ છતા પણ જો ઉકેલ નહિ આવે તો સરકારશ્રી ની સામે ગાંધી ચીન્ધયા માર્ગે આંદોલન કરવા પણ મજબુર થવુ પડશે. તેવી ચીમકી ઉચારી હતી.