Jai Hind

ભાણવડ હોમગાર્ડઝ યુનિટની મુલાકાતે જિલ્લા કમાન્ડન્ટ : પરેડ નિરીક્ષણ કરાયું

જરૂરિયાતમંદ બાળકોને અલ્પાહાર અને કીટનું વિતરણ

દેવભૂમિ દ્વારકા જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ સંદીપ ખેતિયાએ ભાણવડ હોમગાર્ડઝ યુનિટની ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પરેડની શિસ્ત, ગણવેશ અને તાલમેલનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ કચેરીના નિરીક્ષણ બાદ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. માત્ર સુરક્ષા અને શિસ્ત જ નહીં પરંતુ સામાજિક ઉત્તરાદાયિત્વ નિભાવતા ભાણવડ યુનિટ દ્વારા સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો માટે સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કમાન્ડન્ટ સાહેબના હસ્તે બાળકોને મિષ્ટ ભોજન અને સ્ટેશનરી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં હોમગાર્ડના પી.એસ. વી.આર. ઝાલા તથા જે.વી. ઉનડકટની જહેમતથી આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા ક્લાર્ક ગીરીરાજસિંહ જાડેજા, વાડોલીયાભાઈ તેમજ પૂર્વ કમાન્ડિંગ ઓફિસરો ભાસ્કરભાઈ મલકામ અને નવલસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ આયોજને હોમગાર્ડઝ દળની શિસ્ત, સેવાભાવના અને સામાજિક જવાબદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.