16 દિવસ પૂ. મહંત સ્વામી હરિભક્તોને દર્શન આપશે: હરિભક્તોનું ઘોડાપુર ઉમટયું
મોરબી શહેરના આંગણે નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
આ ઐતિહાસિક અવસરે મંદિરના પ્રાણપ્રદાતા અને સર્જક પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ આગામી તા. 20 ઓક્ટોબર, મંગળવારના રોજ સવારે 9:00 કલાકે મોરબી પધારી રહ્યા છે.
મોરબી મંદિરના સર્જક મહંતસ્વામી મહારાજના આગમનને વધાવવા માટે સમગ્ર મોરબી પંથકના હરિભક્તો અને નાગરિકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓનું અત્યંત હર્ષોલ્લાસ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તા. 20 ઓક્ટોબરથી તા. 4 નવેમ્બર, 2026 સુધી મોરબીમાં રોકાણ કરીને ભક્તોને દર્શન અને આશીર્વાદનો અમૂલ્ય લાભ આપશે.
તા.20ને મંગળવારે સવારે 9 કલાકે મોરબીમાં પ.પૂ. મહંતસ્વામી મહારાજનું ભવ્ય આગમન અને સ્વાગત કરાશે. તા.23ને શુક્રવારે સવારે 7:30 થી 12 દરમિયાન ’વિશ્વશાંતિ મહાયજ્ઞ-1’ અને સાંજે 5 થી 8 દરમિયાન ’સ્વાગત સમારોહ / અભિવાદન સમારોહ’ યોજાશે.
તા.24ને શનિવારે સવારે 7:30 થી 12 દરમિયાન ’વિશ્વશાંતિ મહાયજ્ઞ-2’ અને સાંજે ભવ્ય ’ઠાકોરજીની શોભાયાત્રા’ નિકળશે. તા.25ને રવિવારે મુખ્ય પ્રતિષ્ઠા દિવસ): સવારે 9 થી 1 દરમિયાન પ.પૂ. મહંતસ્વામી મહારાજના વરદ્ હસ્તે ’મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ’ તથા સાંજે 5 થી 8 દરમિયાન ભવ્ય ’મંદિર લોકાર્પણ સમારોહ અને શરદ પૂર્ણિમા સભા’ યોજાશે તથા તા.28 ઓક્ટોબર થી 2 નવેમ્બર, 2026: દરરોજ સવારે 6 થી 8 દરમિયાન સ્વામીના ’પ્રાત:પૂજા દર્શન’ અને સાંજે 5 થી 8 દરમિયાન ’સાંય સત્સંગ સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો’ યોજાશે. તા. 2 નવેમ્બરે સાંજે ’વિરાટ મહિલા સંમેલન’ પણ યોજાશે. તા.4ને બુધવારે મહંતસ્વામી મહારાજની મોરબીથી વિદાય લેશે.