મોટાદડવાની સીમ વિસ્તારમાં સાત જુગારીઓ ઝડપાયા

કુલ રૂ.5.42 લાખનો મુદામાલ જપ્ત

આટકોટ પો.સ્ટે. વિસ્તારના મોટાદડવા ગામની સીમમાંથી કુલ-7 જુગારીઓને ગંજીપતાના પાના વડે તીનપતી નો જુગાર રમતા કુલ રૂપિયા રૂ.5,42,500/- ના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ગ્રામ્ય પકડી પાડયા હતા. આટકોટ પો.સ્ટે વિસ્તારના મોટાદડવા ગામે રહેતા લાલજીભાઈ ઉર્ફે લાલો સામતભાઈ સુસરા (ભરવાડ) મોટાદડવા ગામની ટીંબા સીમ વિસ્તારમાં આવેલ ખેતરવાડી ની ઓરડી માં બહાર થી માણસો બોલાવી તેમને સુખ-સુવિધા પુરી પાડી ગંજીપતા ના પાના તથા પૈસા વડે તીનપતી નો હારજીત નો જુગાર રમી-રમાડી જુગાર નો અખાડો ચલાવતો હોય જે હકીકત આધારે રેઇડ કરી કુલ-7 ઈસમો ને જુગાર રમતા પકડી પાડી આટકોટ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી.કરાવી આગળ ની કાયદેસરની કાર્યવાહી કરવા માટે સોપવામાં આવેલ છે. એલ.સી.બી.શાખાના માણસો પ્રોહી/જુગાર ની કામગીરીમાં હતા જે દરમ્યાન ખાનગી બાતમી હકિકત આધારે કામગીરી કરવામાં આવી હતી જેમાં સાત આરોપી લાલજીભાઈ ઉર્ફે લાલો સામતભાઈ સુસરા ઉ.વ.37 રહે. મોટાદડવામનોહરસિંહ બહાદુરસિંહ જાડેજા ઉ.વ.51 રહે. મુ.સરધાર પેટ્રોલી પંપ ની સામે તેમજ ભરતભાઈ જીવનદાસ નિમાવત ઉ.વ.55 રહે. મોટાદડવા મેઈન બજાર તથા મસાભાઈ ઘુઘાભાઈ મેવાડા ઉ.વ.46 રહે. મોટાદડવા બેંક વાળી શેરીજયપાલસિંહ જગદીશસિંહ જાડેજા ઉ.વ.48 રહે.માણેકવાડા ,રમેશગિરી ઈશ્વરગિરી ગોસ્વામી જાતે.બાવાજી રહે. વિરનગર બસસ્ટેન્ડ પાસે તથા સુભાભાઈ ધુડાભાઈ પીલુકિયા ઉ.વ.42 રહે.મુનવાળિયા કબજે કરેલ મુદ્દામાલ:-રોકડ રૂ. 32000/- તથા મોબાઈલ ફોન નંગ-8 કિં.રૂ. 60,500/- તથા વાહનો નંગ-4 કિં.રૂ.4,50,000/-કુલ મુદ્દામાલ રૂ.5,42,500/- કબ્જે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે…

રિલેટેડ ન્યૂઝ