ધારીના ગોવિંદપુરમાં ગોલ્ડ લોનના ઘરેણા છોડાવવા મામલે બેન્ક મેનેજર પર હુમલો

કુહાડીથી એસબીઆઈના મેનેજરને ઘાયલ કરી બેન્કમાં રૂ. 2.30 લાખનું નુકશાન કર્યાની ફરિયાદ

ધારી તાલુકાના ગોવીદપુર ગામે રહેતા આરોપી સીધ્ધાર્થ શશીકાંતભાઇ સતાસીયાના પિતાજી શશીકાતભાઇની ગોલ્ડ લોન ગોવીંદપુર ગામે એસ.બી.આઇ બેન્કમાં હોય અને આરોપીના પિતાજી શશીકાતભાઇ મરણ ગયેલ હતા. જે ગોલ્ડલોન આરોપીએ ભરી આપેલ હતી. અને આ ગોલ્ડ લોનના સોનાના ઘરેણા છોડાવવા માટે શશીકાંતભાઇના વારસદારોની સહીઓ કરવી જરૂરી હોવાની લીગલ પ્રોસીજર એસ.બી.આઇ. બેન્કના બ્રાન્ચ મેનેજર કુણાલભાઇ નાથાલાલ રાઠોડે આરોપીને સમજાવેલ હતી. પરંતુ આરોપીના એક બહેન ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા હોય, તેમ છતા આરોપીએ પોતાના પિતાજી શશીકાતભાઇ ની ગોલ્ડ લોનના ઘરેણા છોડવવા માટે એસ.બી.આઇ.ના બ્રાન્ચ મેનેજર સાથે માથાકુટ કરતા એસ.બી.આઇ.બેન્કના બ્રાન્ચ મેનેજરે ના પાડતા ગત તા.22 ના રોજ બપોરના 2 કલાકે આરોપી સીધ્ધાર્થ સતાસીયા પોતાના ધરે જઇ હાથમાં કુહાડી લઇને એસ.બી.આઇ.બેન્કના બ્રાન્ચ મેનેજરની કાયેદેસરની ફરજમા રૂકાવટ કરી, તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીએ પોતાના હાથમા રહેલ કુહાડી વડે એસ.બી.આઇ બેન્કના મેનેજરની ચેમ્બરનો દરવાજો તથા બન્ને સાઇડના કાચ તોડી અને તથા વોશરૂમના પેસેજમા જવા માટેના દરવાજાનો કાચ તોડી નાંખી ચેમ્બરના દરવાજા સહીત તમામ કાચની રૂપિયા 1,00,000 નુ નુકશાન કરી અને કુહાડી લઇને એસ.બી.આઇ બેન્કના મેનેજરને મારવા જતા મેનેજર ચેમ્બરના સાઇડના કાચમાથી નીકળવા જતા મેનેજરને હાથમાં કાચથી જમણા હાથમા ચીરા પડી જતા ઇજા થયેલ તેમજ આરોપીએ તેના હાથમાં રહેલ કુહાડી વડે એસ.બી.આઇ.બેન્કના કોમપ્યુટર નંગ-2 તોડી નાંખી આશરે કીમત રૂપિયા 80,000 તથા બેન્કનો મેઇન દરવાજાનો કાચનો દરવાજો તોડી નાખી કીમત રૂપિયા 50,000 મળી કુલ રૂપિયા 2,30,000 નુ નુકશાન કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

રિલેટેડ ન્યૂઝ