અમરેલીમાં જૂની અદાવતમાં હુમલાનો બનાવ
ખાંભા તાલુકાના ડેડાણ ગામે આવેલ શામજી મંદિરની બાજુમાં આવેલ શંકર મંદિરે રહેતા કરણપરી પ્રવીણપરી ગોસાઇ નામના 27 વર્ષીય યુવકના કાકાના દિકરા ભાર્ગવપરી મહેશપરી ગોસાઇને ચારેક દિવસ પહેલા ડેડાણ ગામે આવેલ નાગેશ્રી રોડે માલધારી ટી સ્ટોલે ખાંભા તાલુકાના નવા માલકનેસ ગામે રહેતા ચેતન ઉર્ફે બુધ્ધો મનજીભાઇ સોંદરવા નામના આરોપી સાથે માથાકુટ થયેલ હતી. અને ભાર્ગવપરીએ યુવકે ફોન કરીને બોલાવતા તે વખતે ત્યા આ યુવકનો નાનો ભાઇ પ્રતિકપરી પણ આવી ગયેલ હતો. ત્યારે આરોપી ચેતન ઉર્ફે બુધ્ધોએ યુવક તથા પ્રતીકપરી સાથે માથાકુટ કરેલ હતી. અને તે વખતે ગામના આગેવાન પ્રતાપભાઇ કોટીલા (રહે.ડેડાણ) વાળાએ બન્ને પક્ષોને સમજાવી આ બનાવ બાબતે ઘર મેળે સમાધાન કરી નાખેલ હતુ.
બાદમાં આ બનાવનુ મનદુ:ખ રાખી બન્ને આરોપી ચેતન ઉર્ફે બુધ્ધો તથા ઇઝહાર ઉર્ફે ભુરો અમીનભાઇ બીલખીયા (રહે. ડેડાણ) વાળાઓએ ગત તા.21 ના આશરે અગીયારેક વાગ્યે યુવક ડેડાણ મુકામે નાગેશ્રી રોડે શીવ ગેરેઝથી ખોડીયાર કીરાણા સ્ટોર તરફ રોડ ક્રોસ કરીને જતા હતા તે વખતે બન્ને આરોપી ટુ-વ્હીલ મોટર સાયકલ લઇને યુવક પાસે આવીને આરોપી પાસે રહેલ લોખંડની પાઇપ વડે યુવકના પગમાં તથા હાથમાં ધા મારતા યુવક પડી ગયેલ હતો. તે વખતે આરોપીઓએ યુવકને જાનથી મારી નાખવાના ઇરાદે માથાના પાછળના ભાગે એક ધા મારી દીધેલ હતો. આરોપીએ કમરમા રહેલ છરી કાઢી યુવકને માથાના ભાગે મારવા જતા તે ઘા યુવકને જમણી આંખની ઉપરના કપાળના ભાગે મારી દિધેલ હતી. મારી નાંખવાની ધમકી આપેલ હતી. આ અંગે યુવકે બે આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જૂની અદાવતમાં હુમલો
અમરેલીમાં આવેલ રોકડીયા પરામાં શનીદેવ મંદીર વાળી શેરીમાં રહેતા કડીયાકામની મજુરી કરતાં બાલુભાઈ ગીગાભાઈ મેર નામના 56 વર્ષીય આધેડના દીકરો વિશાલ અમરેલીમાં રહેતા આરોપી જય ઉર્ફે કાળુ કીશોરભાઈ તલસાણીયાની બહેનને લઈને જતો રહેલ હોય,જે અંગેનું વેર રાખી ગત તા.22 ના રોજ રાત્રીના આશરે દોઢેક વાગ્યે આધેડ પોતાના ઘરમાં સુતા હોય તે સમયે આરોપી જય ઉર્ફે કાળુ કીશોરભાઈ તલસાણીયા તથા ત્રણ અજાણ્યા ઈસમોએ ઘરની દીવાલ હથીયાર સાથે ટપી ઘરમાં પ્રવેશ કરી આરોપીઓએ આધેડને માથામામાં પાઈપ મારી તથા અજાણ્યા બે આરોપીઓએ આધેડને પકડી રાખી આરોપીઓએ આધેડને જાનથી મારી નાખવાના ઈરાદે છરી વડે આધેડના માથાના ભાગે આડેધડ જીવલેણ ઘા મારી તેમજ લાકડી વડે આડેધડ ઘા મારી ગંભીર ઈજાઓ કરી હતી. તેમજ આધેડના પત્નિ આશાબેનને પણ ડાબા હાથના ભાગે ઈંટનો છુટો ઘા મારી ફેક્ચર કરી તથા આધેડની ભાણેજને માથાના ભાગે છુટો ઈંટનો ઘા મારી ઇજા કરી ચારેય આરોપીઓએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા સારૂ આધેડ સહિતનાઓને ગંભીર ઈજાઓ કર્યાની ચાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
