કુદરતી મોત થયાનો પીએમ રીર્પોટ
ભાવનગર જિલ્લાના તળાજા.પંથકમા 30 થી વધુ દીપડાઓ વિચરણ કરેછે. ફોરેસ્ટ વિભાગના જણાવ્યું મુજબ શેરડીના વાઢ,આંબાના બગીચા,દરિયા કિનારે જેવા વિસ્તાર જ્યાં માનવભીડ ઓછી જોવા મળેને સંતાય શકે ત્યાં દીપડા વધુ રહેવાનું પસંદ કરેછે.આજે બોરલા ગામ નજીક એક દીપડા નો મૃતદેહ પડેલ હોવાની જાણ ફોરેસ્ટ વિભાગને થતા તેમને પી.એમ માટેલઈ જવામાં આવેલહતો. તળાજા પંથકમાં સિંહ, દીપડા, નીલગાય, શિયાળ,સસલા જેવા વન્યપશુઓ નો વસવાટ છે.છેલ્લા એક દસકામા ખાસ કરીને સિંહ અને દીપડા જે હિંસક પ્રાણીમા આવેછેતેની વસ્તી વધતી જાયછે. ખાસ કરીને સિંહ દીપડા ની વાત કરવામાં આવેતો માનવનઝર થી બચી શકાય, શરીરને ઠંડક મળે તેવા વિસ્તારમાં વધુ રહેછે.રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોળકિયા એ અનુભવના આધારે જણાવ્યું હતુ કે છેક દ્વારકા થી લઈ અહીં સુધીના દરિયા કિનારે દીપડાઓ જોવામળે છે. તળાજા પંથકમાં ત્રીસ થી વધુ દીપડાઓ હશે.તેમાં આજે બોરલા ગામની કેનાલપાસે અવાવરું જગ્યામાથી એક દીપડા નો મૃતદેહ મળી આવતા તેને પી. એમ માટે ગેબર સ્થિત એનિમલ કેરસેન્ટર ખાતે લઈ જવામાં આવેલ.અહીં ઉંમરના કારણે કુદરતી મૃત્યુ થયાનુ પી.એમ રિપોર્ટમા આવ્યું હોવાનું ફોરેસ્ટ ઓફિસર એ કહ્યુંહતું.ઉલ્લેખનીય છેકે દીપડાઓ ક્યારેક ઇન ફાઈટ કે સિંહનો પણ શિકાર બનતા હોય છે.
