મેંદરડા નજીક અકસ્માત સર્જી એક્ટિવા ચાલક ફરાર: વૃદ્ધ દંપતી ઘાયલ

જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક નાની ખોડીયાર પાસે એક માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ઝાંઝરડા રોડ જુનાગઢ ખાતે રહેતા ફરિયાદી મયુરભાઇ સેલારભાઇ ધાંધલના પિતા મોટરસાયકલ પર માલણકાથી જૂનાગઢ આવી રહ્યા હતા. તે દરમિયાન નાની ખોડીયાર નજીક પહોંચતા એક્ટિવાના અજ્ઞાત ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીના પિતાની બાઇક સાથે પાછળથી ધડાકાભેર અથડાવ્યું હતું. આ અકસ્માતમાં ફરિયાદીના માતા અને પિતા બંનેને માથા તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ આરોપી એક્ટિવા ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ અંગે મેંદરડા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ