સીમેન્ટનો જથ્થો બારોબાર વેચી આરોપી ફરાર હતો
અમરેલી જીલ્લામાં ગુન્હા કરી નાસ્તા-ફરતા આરોપીઓને પકડી પાડવા તેમજ લાંબા સમયથી પોલીસ પકડથી દુર હોય તેવા આરોપી શોધી કાઢવા માટે અમરેલી જીલ્લાના લીસ્ટેડ આરોપીઓની યાદી બનાવી આવા આરોપી શોધી કાઢી આરોપી પકડી પાડવા અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ સુચના આપેલ હોય જે અનુસંધાને રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા દ્વારા નાસ્તા-ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી માર્ગદર્શન આપેલ હતું.
જે અન્વયે રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ વી.એમ. કોલાદરાની રાહબારી હેઠળ રાજુલા પોલિસ સ્ટેશનના નાસ્તા-ફરતા આરોપીની તપાસ કરી અને શોધી કાઢવા રાજુલા પોલીસ સ્ટેશન તેમજ સર્વેલન્સ ટીમને ખાસ સુચના આપેલ હતી. જે અન્વયે રાજુલા પોલિસ સ્ટેશનના ગુ.ર.નં.171/1999 આઇ.પી.સી.કલમ 407, 408 મુજબના ગુન્હાના આરોપી અબ્દુલ સત્તાર મોહમદ હબીબ કુરેશીરહે.ઘરોરા તા.લક્ષ્મણપૂર જી.પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ) વાળો છેલ્લા 27 વર્ષથી નાસતો ફરતો હોય અને અમરેલી જીલ્લાનો લીસ્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
વર્ષ 1999 માં રાજુલા પોલિસ સ્ટેશન ગુ.ર.નં.171/ 1999 ઈંઙઈ કલમ.407, 408 વી. મુજબનો છેતરપિંડીનો ગુન્હો ગત તા.8/12/99 ના રોજ દાખલ થયેલ હોય, જેમા ટ્રક ડ્રાઇવર જે સીમેન્ટની ગાડી કોવાયા કંપનીમાંથી ચલાવતો હોય જેણે અન્ય આરોપીઓ સાથે મળી કુલ-30 ટન (600 બેગ) સીમેન્ટ જે તે વખતની કીમત રૂપિયા 58પ00 બારોબાર વેચી દઇ અને ટ્રક મુકી નાસી ગયેલ હતા. જેમા કુલ ત્રણ આરોપી જે તે વખતે પકડાઇ ગયેલ, પરંતુ ટ્રક ડ્રાઇવર આરોપી અબ્દુલ સત્તાર મોહમદ હબીબ કુરેશી (રહે.ઘરોરા તા.લક્ષ્મણપૂર જી.પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ) વાળો છેલ્લા 27 વર્ષથી પોલીસ પકડથી દુર હોય જે અમરેલી જિલ્લાની નાસ્તા-ફરતા લિસ્ટેડ યાદીમાં જાહેર થયેલ હોય જેને રાજુલા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા નાગપુર (મહારાષ્ટ્ર) ખાતેથી શોધી કાઢેલ છે.
પુછપરછ દરમ્યાન આરોપીએ જણાવેલ કે પોતે 1999 માં મહેતા ટ્રાન્સપોર્ટમા ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોય તે દરમ્યાન કોવાયા ખાતેથી કુલ-30 ટન (600 બેગ) સીમેન્ટ ભરી અને સુરત ડમ્પમાં ખાલી કરવા રવાના થયેલ તે દરમ્યાન તળાજા નજીક મુરલીધર હોટલ પાસે એક ભાઇને બધી સીમેન્ટ કી.રૂપિયા 20,000માં બારોબાર વેચી ટ્રક મુકી નાસી ગયેલ હતો. તેમજ આરોપીએ કોઇ અન્ય ગુનો કરેલ છે કે કેમ ? તે અંગે વધુ તપાસ ચાાલુ છે.
