ડોળાસા, માલગામ ઓવરબ્રિજના પાવર જંકશનમાં આવારા તત્વોની તોડફોડ

એલઇડી લાઇટો અનિયમિત થતા વાહન ચાલકો પરેશાન

કોડીનાર તાલુકા માલગામ અને ડોળાસા ગામે આવેલ હાઇવે રોડ ના ઓવર બ્રિજ ના પાવર બોક્સ માં કોઈ તસ્કરો એ નુકશાન કરતા આ એલ.ઈ.ડી.લાઈટો અનિયમિત થતા વાહન ચાલકો પરેશાન છે.
માલગામ ખાતે આવેલ ઓવર બ્રિજ ની લાઈટો અનિયમિત ચાલુ થવા અંગે હાઇવે ની લાઈટો ના ઓપરેટર ને આ બાબતે ફરિયાદ કરતા તેઓએ આ બાબતે જાણકારી આપતા જણાવ્યું હતું. કે માલગામ ઓવર બ્રિજ નીચે હાઇવે ઓથોરિટી દ્વારા છ એલ.ઈ.ડી.લાઈટો ફિટ કરવા માં આવી હતી. જે તમામ કોઈ તસ્કારો ઉઠાવી ગયું છે. તેમજ ઓવર બ્રિજ ના પાઇપો ને પણ નુકશાન કર્યું છે.આ ઉપરાંત રાત્રે ચાલુ કરવા માં આવતી લાઈટો કોઈ બે નંબરી ધંધાર્થીઓ પાવર બોક્સ ખોલી એલ.ઈ.ડી.લાઈટો બંધ કરી દે છે. આ પ્રશ્ન રોજિંદો બન્યો છે. આ ઉપરાંત ડોળાસા વિરાબાપા ના મંદિર સામે આવેલ ડોળાસા ઓવર બ્રિજના પાવર જંક્શનનુ બોક્સ ખોલી કોઈ તસ્કરો એ નુકશાન કરતા ઓવર બ્રિજનો પાવર અનિયમિત બનતા વાહન ચાલકો પરેશાન છે.તો સર્વિસ રોડ પર ચલનારા સ્થાનિક લોકો અને ખેડૂતો પણ પરેશાન છે.ડોળાસા અને માલગામ સર્વિસ રોડ ની આસપાસ જંગલી પશુઓ જોવા મળે છે.હાલ ખેતી વાડી ની સીઝન ચાલુ છે.તેથી બંને ગામોના ખેડૂતો માં ભય છવાયો છે.બે ચાર આવારા તત્વો ને કારણે અનેક લોકો પરેશાન થઇ રહ્યા છે. આવા તત્વો સામે તુરત કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

રિલેટેડ ન્યૂઝ