હળવદના ચરાડવામાં ધમધમતી કલબ પર ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમતા 12 શખ્સોને ઝડપી લઇ રૂા.1.41 લાખની રોકડ કબજે કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચના દરોડા બાદ હળવદ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. એલસીબી/પેરોલ સ્ક્વોડના સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે, આંદરણા ગામનો જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલ પોતાની કબજા ભોગવટાની ઓરડી જે મોરબી હળવદ રોડ ચરાડવા ગામની સીમમાં અદાણી સી.એન.જી.પેટ્રોલ પંપની સામે આવેલી ભરડીયાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમાડે છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમતા જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલ (ઉ.વ.50 રહે.આદરણા તા.જી.મોરબી), દિલીપભાઈ મનજીભાઈ પટેલ (ઉ.વ.51 રહે.મારૂતિનંદન સોસાયટી મોરબી), કિશનભાઈ મુકંદરાય ગોંડલીયા (ઉ.વ.37 રહે.કુબેરનગર શેરી નં-3 મોરબી), ફેનીલભાઈ કિરીટભાઈ પટેલ (ઉ.વ.28 રહે.મિલન પાર્ક મહેન્દ્રનગર મોરબી), હરિમિત્ર હેમશંકરભાઈ રાવળ (ઉ.વ.35 મોરબી), જીજ્ઞેશભાઈ અરવિંદભાઈ પટેલ (ઉ.વ.39 રહે.અલાપરોડ, મોરબી), મયંકભાઈ તળશીભાઈ પટેલ (ઉ.વ.37 રહે.ધર્મમંગલ-2, મહેન્દ્રનગર તા.જી.મોરબી), જયદીપભાઈ વાલજીભાઈ પટેલ (ઉ.વ.32 રહે.શ્રીજી પેલેસ એપાર્ટમેન્ટ રવાપર મોરબી), હરગોવિંદભાઈ શંકરભાઈ પટેલ (ઉ.વ.33 રહે.ઉમા રેસીડેન્સી મહેન્દ્રનગર તા.જી.મોરબી), રમેશભાઈ વેલાભાઈ ભરવાડ (ઉ.વ.31 રહે.સમલી તા.હળવદ જી.મોરબી), હરેશભાઈ ઓધવજીભાઈ પટેલ (ઉ.વ.35), મનસુખભાઈ મગનભાઈ પટેલ (ઉ.વ.50 રહે.પ્રભુકૃપા-બી-2 મહેન્દ્રનગર મોરબી-2)ની ધરપકડ કરી રૂા.1.41 લાખની રોકડ સહીતનો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. એસ.પી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.મોરબી તથા ઙજઈં બી.ડી.ભટ્ટ એલ.સી.બી.મોરબી તથા ઙજઈં વી.જી.માલાણી પેરોલફર્લો સ્ક્વોડ મોરબી તથા અજઈં ઈશ્વરભાઈ કલોતરા, ઇંઈ ભરતભાઈ જીલરીયા, નિર્મળસિંહ જાડેજા, ઙઈ આશિફભાઈ ચાણીયા તથા પ્રદિપસિંહ ઝાલા તથા એલ.સી.બી./પેરોલફર્લો સ્ક્વોડ મોરબી સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.
રિલેટેડ ન્યૂઝ
-
દિવાળીની રાત્રે સાવરકુંડલામાં જામશે ઈંગોરિયા યુધ્ધ
આઠ દાયકા પહેલાથી રમાતી આ લડાઈ આજે પણ એજ જુસ્સાથી રમાય છે દીપાવલી ની રાત્રે સાવરકુંડલા... -
રાણપુર માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં 5,000 મણથી વધુ કપાસની આવક
ખેડૂતોને કપાસનો ઊંચો ભાવ રૂ. 1,901 અને નીચો ભાવ રૂ. 1,840 મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ બોટાદ... -
રાજુલા ટાઉન વિસ્તારમાં મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ
અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ અમરેલી જિલ્લામાં બનવાં પામેલ મિલ્કત સંબધી ગુનાના આરોપીને શોધી કાઢી તેમના...
