રૂ. 15 લાખના સળિયા ખરીદી પેમેન્ટ ન કરતા અમરેલીના વેપારીની ઠગાઈની ફરિયાદ

સાવરકુંડલાના વંડા ગામે મહિલાઓ સામે ચોરીની રાવ

અમરેલીના એક વેપારીને ગીર સોમનાથ ખાતે રહેતા આરોપીએ અમરેલીના વેપારીને યેનકેન પ્રકારે વિશ્વાસમાં લઇને તેમની પાસેથી 24 ટન ઝખઝ ના સળીયા જેની કિમત રૂપિયા 15,26,746 ની ખરીદી કરી વેપારીને તે રકમ ચુકવી આપવા સારૂ સાચા ખોટા બહાના બતાવી રકમ નહી ચુકવી આપી અમરેલીના વેપારી સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવમાં અમરેલી, મોટા કસ્બાવાડ, જુમા મસ્જીદ પાસે રાબીયા મંજીલમાં રહેતા અને અમરેલીના સાવર કુંડલા રોડ ઉપર કામનાથ સર્કલ પાસે પારસ સ્ટીલ વ્યવસાય કરતા હનીફભાઇ મજીદભાઇ કુંડલીયા નામના 52 વર્ષીય આધેડ વેપારીને ગીર સોમનાથ ખાતે રહેતા આરોપી મહિમ્ના એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટ ભાવેશભાઇ વરજાંગભાઇ છાત્રોડીયાએ અમરેલીના વેપારીને યેનકેન પ્રકારે વિશ્વાસમાં લઇને તેમની પાસેથી 24 ટન ઝખઝ ના સળીયા જેની કિમત રૂપિયા 15,26,746 ની ખરીદી કરી વેપારીને તે રકમ ચુકવી આપવા સારૂ સાચા ખોટા બહાના બતાવી રકમ નહી ચુકવી આપી અમરેલીના વેપારી સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વંડા ગામે મહિલાઓ સામે ચોરીની ફરિયાદ

સાવરકુંડલા તાલુકાના વંડા ગામે જુના ગામમાં આવેલ જુના સ્વામીનારાયણ મંદીર પાસે, હનુમાન શેરીમાં રહેતા કેશુભાઇ ભાણાભાઇ મેર નામના 62 વર્ષીય વૃદ્ધના બંધ મકાનમાં ગત તા.10 થી તા.13 દરમ્યાન કોઇ પણ સમયે ગારીયાધાર તાલુકાના નવાગામ ગામે રહેતી કાજલબેન માથાસુળીયા, લક્ષ્મીબેન માથાસુળીયા તથા ગીતાબેન માથાસુળીયા નામની મહિલાએ કોઇપણ રીતે પ્રવેશ કરી પ્રથમ રૂમમાં રાખેલ જુના વાસણો પીતળનો એક ત્રાસ, તાંબાનો એક ત્રાસ, પીતળનો નાનો ડબો એક, તાંબાની ગાગર નાની એક, તાંબાની ગાગર મોટી એક, તાંબાના લોટા ચાર, કિ.રૂ.280, પીળા જેવા કલરની લોટી ત્રણ, તથા નાની મોટી સફેદ જેવા ધાતુની રકાબી આઠ, તથા કાંસાની તાસળી બે મળી કુલ રૂપિયા 3060 ના મુદામાલની ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે..

રિલેટેડ ન્યૂઝ