બોલેરોવાન સહિત રૂ. 9.77 લાખના મુદ્ામાલ સાથે બે શખ્સો ઝડપાયા
સાવરકુંડલા તાલુકાના વિરડી ગામથી નાળ ગામ જવાના રસ્તેથી ઘાસ ચારાની વચ્ચે બોલેરો પીકપમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-2040 (પેટી નંગ-102) કિંમત રૂા. 4,67,280 તથા મોબાઇલ ફોન નંગ – 2 કિંમત રૂા.10000 તેમજ બોલેરો પીકઅપ જેની કિંમત રૂા. 5,00,000 મળી કુલ રૂા.9,77,280 ના મુદામાલ સાથે બે ઇસમને વંડા પોલીસ ટીમેં ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અઘિક્ષક નયના ગોરડીયા દ્રારા અમરેલી જીલ્લામાથી દારૂની બદી સદંતર દુર કરવા અને પ્રોહીબીશન લગતી પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર રેઇડ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે વંડા પોલિસ સ્ટેશનના પોલિસ ઇન્સ એન.જી.સાપરાની માર્ગદર્શન હેઠળ વંડા પોલીસ ટીમ કોંમ્બીગ પેટ્રોલીગમાં હોય, તે દરમ્યાન મળેલ વિરડી બાતમીના આધારે ગામથી નાળ ગામ જવાના રસ્તે એક બોલેરો પીકઅપ ઘાસચારાની વચ્ચે વિદેશી દારુ લઇ જઈ રહેલ છે તે બોલેરો પીકઅપ વાહન સાવરકુંડલા તાલુકાના વિરડી ગામે રહેતા ગોપાલ સુરેશભાઇ ડાભી, રોહીતભાઇ ઉર્ફે લાલજી મનુભાઇ દાણીધારીયાને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-2040 (પેટી નંગ-102) કિંમત રૂા. 4,67,280 તથા મોબાઇલ ફોન નંગ – 2 કિંમત રૂા.10000 તેમજ બોલેરો પીકઅપ જેની કિંમત રૂા. 5,00,000 મળી કુલ રૂા.9,77,280 ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
