આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી
જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામે 25 વર્ષીય કરણ કાંતિભાઈ રાઠોડ નામના યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. કરણ બોરડી સમઢીયાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ડેડરવા પેટા આરોગ્ય કેન્દ્રમાં ખઙઇંઠ તરીકે ફરજ બજાવતો હતો. ઘટનાની જાણ થતા જ તેને સારવાર માટે જેતપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુરની સરકારી હોસ્પિટલના પીએમ રૂૂમ ખાતે લઈ જવાયો હતો. કરણના આપઘાતના સમાચાર ફેલાતા જ જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો, સગાસંબંધીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે. જેતપુર તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે મૃતદેહનું પીએમ કરાવી વધુ તપાસ શરૂૂ કરી છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ જાણવા મળ્યું નથી.
