જામનગર-ખંભાળિયા માર્ગના 15 ગેરકાયદેસર દબાણો તોડી પડાયા

જામનગર-ખંભાળિયા માર્ગે જાહેર માર્ગે થયેલ અનઅધિકૃત બાંધકામો ગઈકાલે તોડી 5ડાયા હતાં. અને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગે ગોરધનપર-લાખાબાવળ ના રસ્તા ઉપર સાઈડ ની બાજુ માં આશરે 1પ જેટલા બાંધકામ અનઅધિકૃત રીતે કરવામાં આવ્યા હતાં. આથી ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા આવા બાંધકામધારકોને સાત દિવસની મુદ્તની નોટીસ પાઠવી આ જગ્યા ખાલી કરવા જણાવાયું હતું.
જેમાં ચા ની હોટલ, ગેરેજ, બોરવેલ વાહન ના વાડા, અન્ય ધંધાકીય દબાણો વગે રેનો સમાવેશ થાય છે.
આ નોટીસ મુદ્ત દરમિયાન અમુક ધંધાર્થીઓએ જાતે જ ગઈકાલે પોતાના અનઅધિકૃત બાંધકામો દૂર કરવા તજવીજ કરી હતી અને જેસીબી મશીન વડે આખા દબાણો દૂર કરી જગ્યા ખાલી કરી દેવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ