ખંભાળિયામાં 13 વર્ષ પૂર્વે થયેલા અકસ્માત પ્રકરણનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

ખંભાળિયા વિસ્તારમાં વર્ષ 2013 ના સમયગાળામાં સર્જાયેલા એક અકસ્માત તથા તેના કારણે થયેલા મૃત્યુ અંગેનો એક ગુનો અહીંના પોલીસ મથકમાં નોંધાયો હતો આ પ્રકરણમાં મધ્યપ્રદેશ રાજ્યના સીધી જિલ્લાના બહેરી તાલુકાના રહીશ અને ડ્રાઇવિંગ કામ કરતા બદ્રીનાથ સિધ્ધનાથ સાહુ નામના 39 વર્ષના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાની એલસીબી શાખાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમના મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા અને લાખાભાઈ પિંડારિયાને મળેલી બાતમીના આધારે ઉપરોક્ત આરોપીને મધ્યપ્રદેશ રાજ્યના ખુટેલી ગામ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ