કાલથી ધર્મ, અર્થ, કામ (ધંધા)ની પાબંધીનો આંશિક ‘મોક્ષ’

દૂકાનો-લારી ગલ્લા, શૉપિંગ કોમ્પ્લેક્સ, હેરકટિંગ સલૂન વગેરે સાંજે 7:00 સુધી ખુલ્લા રહેશે

રૂપાણી સરકારે મિનિ લોકડાઉનના વધ્યા-ઘટ્યા નિયમો પણ હળવા કર્યા: રાત્રિ કર્ફ્યૂ 9 થી 6 છેક્ 26મી સુધી યથાવત

મંદિર સહિતના ધર્મસ્થાનો તેમજ સામાજિક, રાજકીય કાર્યક્રમોની પણ 50 વ્યક્તિની મર્યાદામાં છૂટ

કરી શકાશે: ધંધાર્થીઓને મોટી રાહત

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર તા.9
રાજ્યમાં કેટલાક નિયંત્રણો વધુ હળવા કરવામાં આવ્યા છે. તારીખ 11 જૂન 2021ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કોર કમિટીની બેઠકમાં કરેલા વધુ અન્ય નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે 11 જૂન 2021 થી 26 જૂનના સમય દરમિયાન સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 % સાથે ચાલુ રાખી શકાશે. ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે.
રાત્રિ કર્ફ્યૂના સમયમાં કોઈ ફેરફાર નહીં રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ તારીખ 11 જૂન રાત્રે 9 થી 26 જૂન 2021ના સવારે 6 વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ કરવાનો રહેશે.
તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. એટલે કે હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.
લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે.
રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ ઈંઊકઝજ, ઝઘઊઋક વગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે.
રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે.
રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે. પરંતુ એક સમયે એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

રિલેટેડ ન્યૂઝ