સાવરકુંડલામાં દોરાના કોકડાની આડમાં આઈસરમાંથી 3 લાખનો દારૂનો જથ્થો જપ્ત

એક આરોપીની અટક, એક ફરાર : દારૂ, આઈસર ટ્રક સહિત 23.86 લાખનો મુદ્દામાલ કબ્જે

લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેની તારીખો જાહેર થતા જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ ચૂંટણીને લઈ પોલીસ એ વાહન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે વાહન ચેકીંગ દરમિયાન સાવરકુંડલા અમરેલી રોડ પર આવતા આઈસર ટ્રકમાં તપાસ કરતા દોરીના કોકડાના કોથળાની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સાવરકુંડલા પોલીસે એક આરોપી ને ઝડપી લીઘો હતો અન્ય બે આરોપી ના નામ ખુલતા બને આરોપી ને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી અમરેલી સાવરકુંડલા રોડ પર આવેલા ગણેશ પેટ્રોલ પંપ પાસે સાવરકુંડલા પોલીસ વાહન ચેકીંગ દરમિયાન દારૂનો જથ્થો મળી આવતા આરોપી કરણભાઇ ભરતભાઈ બાભણીયા ઉ. વ 25 રહે નિગાળા તાલુકો – રાજુલા ની અટકાયત કરવામાં આવી છે.ત્યારે ભાવેશભાઈ રણછોડભાઈ વાઝા અને એક અજાણ્યા શખ્સ જેની સંડોવણી ખુલતા આરોપી ને ઝડપી લેવા સાવરકુંડલા પોલીસે ઝડપી લેવા કવાયત હાથ ધરી આઇસર માથી જુદાજુદા બ્રાડની 1980 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. રૂ.301200 નો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આઇસર ટ્રક સહિત રૂ.23 86200 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. ત્યારે અમરેલી જિલ્લા મા લોક સભાની ચૂંટણી ને લઈને અલગ-અલગ ચેક પોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહનો નુ ચેકીંગ હાથ ઘરવામા આવી રહ્યુ છે

રિલેટેડ ન્યૂઝ