અમરેલીમાં ઈદની ઉજવણી

અમરેલીમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજે ઈદુલફિત્રની ઉજવણી કરવામાં આવી હતી, રાખી તેમજ રાત્રીના તરાવિહની નમાઝ અદા કરી અલ્લાહની ઇબાદત કરવામાં આવેલ હતી…
અમરેલીમાં આજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઇદુલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી સવારે 10:00 વાગે ઇદગાહ મસ્જિદ ખાતે ઈદુલ ફિત્રની નમાજ અદા કરી હતી બાદમાં તમામ મુસ્લિમોએ એકબીજા ને ગળે ભેટી હાથ મિલાવી ઈદની મુબારકબાદી પાઠવેલ હતી, પવિત્ર રમજાન માસના મુસ્લિમોએ સતત એક મહિનાના 14 કલાક સુધી ભૂખ્યા તરસ્યા રહી રોજા રાખી અલ્લાહની બંદગી ઈબાદત કરવામાં આવેલ હતી, તેમજ એક મહિના સુધી રાત્રિના તરહવીની નમાઝ પઢવામાં આવેલ હતી, આ મહિનામાં માલેતુજાર (ધનિક) વ્યક્તિઓ દ્વારા ગરીબ લોકોને ખૈરાત કરવામાં આવે છે અને યતીમ ગરીબ વિધવાઓને ખુબ ધ્યાન રાખવામાં આવે છે, ઈદગાહ મસ્જીદ ખાતે ઈદુલ ફિત્રની નમાઝ અદા કર્યા બાદ સૈયદ દાદાબાપુ અને નિઝામ બાપુએ સમસ્ત મુસ્લીમ સમાજ મલેળ તે દરમ્યાન ઈદની શુભેચ્છા આપેલ હતી,ઈદુલ ફિત્ર મુસ્લીમ સમાજનો સૌથી મોટો તહેવાર હોઈ જેથી અમરેલીમાં આન બાન શાનથી ઉજવણી કરવામાં આવેલ હતી….

રિલેટેડ ન્યૂઝ