અમરેલી જિલ્લાના ઉધોગપતિ તથા માર્કેટ યાર્ડ ખાતે પેઢી ધરાવતા છોટાલાલ પોપટલાલ વસાણી પરિવારના મોભી તથા અમરેલી લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટી તથા ઉપપ્રમુખ તથા દ્વારકાધીશ હવેલી અમરેલીના ટ્રસ્ટી તરીકે સેવા આપતા ભાવેશભાઈ છોટાલાલ વસાણીનું (ઉ.વ.59) નું અવસાન થતા તેમની અચાનક વિદાયથી લોહાણા સમાજ, વૈષ્ણવ સમાજ તથા વેપારી સમાજ તથા વસાણી પરિવારને ઘણી મોટી ખોટ પડી છે.
સદગતની યોજાયેલ પ્રાર્થનાસભામાં વિવિધ સંસ્થાઓ તરફથી જ્ઞાતિ સમાજ જાહેર સંસ્થાઓ તથા લોહાણા સમાજ તથા અન્ય સમાજના વેપારી બધુંઓ ઉપસ્થિત રહયા હતાં.
અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, એ.પી.એમ.સી.ના પૂર્વ ચેરમેન પી.પી. સાજીત્રા, અમરેલી લોહાણા મહાજન ટ્રસ્ટ અમરેલીના પ્રમુખ ભરતભાઈ કાનાબાર, પ્રફુલભાઈ બાટવીયા તથા હરીરામબાપા ટ્રસ્ટના એ.ડી. રૂપારેલ, જીતુભાઈ ગોળવાળા સહિતનાં આગેવાનોએ વસાણી પરિવારના દુ:ખ માં સહભાગી થઇ સાંત્વના પાઠવેલ હતી. જ્યારે સાવરકુંડલા લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સભ્યો રાજુભાઇ શીંગાળા, ટ્રસ્ટી ઉપ પ્રમુખ,હીતેશભાઈ સરૈયા, પ્રકાશભાઈ વડેરા મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સાવરકુંડલાના કિર્તીભાઈ રૂપારેલ, અંતુભાઈ ગઢીયા, સાવરકુંડલા લોહાણા વિદ્યાર્થી ભવનના અષ્ટકાતભાઈ સુચક વિગેરેએ સાંત્વન આપવા પધારેલા. સદગતને દ્વારકાધીશ હવેલીના દ્વારકેશ લાલજી મહારાજ પુરૂષોતમ લાલજી મહારાજે શ્રધ્ધાંજલી પાઠવી છે.
