સિંહ બાળોનું તેમની માતા સાથે મિલન કરાવાયું
વનવિભાગના શેત્રુજી ડિવિઝન તળેના લીલીયા રેંજમાં આવેલ અમરેલી તાલુકાના મોટા ગોખરવાળા ગામે ગઈકાલે પાણીની ખાલી કેનાલમાં કોઈ કારણોસર બે સિંહ બાળ ફસાય જતાં સ્થાનિક ખેડૂતોએ આ બનાવ અંગે વન વિભાગના અધિકારીને જાણ કરતા વન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સિંહબાળને બચાવવા જીવ સટોસટની બાજી ખેલી રેસ્ક્યું ઓપરેશ ન હાથ ધરી અને બંને સિંહબાળને બચાવી લઈ અને આ બંને સિંહબાળને તેણી માતા સિંહણ સાથે સુખદ મિલન કરાવતા સિંહ પ્રેમીઓએ વનવિભાગની કામગીરીની ભારે પ્રસંશા કરી હતી.
આ બનાવમાં જાણવાં મળતી વિગત મુજબ અમરેલી તાલુકાના મોટા ગોખરવાળા ગામે ગઈકાલે પાણીની ખાલી કેનાલમાં કોઈ કારણોસર બે સિંહ બાળ ફસાય જતાં સ્થાનિક ખેડૂતોએ આ બનાવ અંગે વન વિભાગના અધિકારીને જાણ કરતા વન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને અને સિંહબાળને બચાવવા જીવ સટોસટની બાજી ખેલી જ્યાં સિંહ બાળ ફસાયા હતાં તે ઊંડી પાણીની ખાલી કેનાલમાં ઉતરી અને બેટરીના અજવાળે રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું. આ બંને સિંહબાળને બચાવી લઈ અને આ બંને સિંહ બાળને તેમની માતા સિંહણ સાથે સુખદ મિલન કરાવતા સિંહ પ્રેમીઓએ વનવિભાગની કામગીરીની ભારે પ્રસંશા કરી હતી.