બાબરા નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ માટે 19 મીએ પ્રાંતની હાજરીમાં ચુંટણી

ગાંધીનગર ખાતે જીલ્લા સંકલન અને પાર્લામેન્ટ્રી રજુઆત બેઠક માટે હોદ્ેદારો દોડી ગયા સામાન્ય સ્ત્રી પ્રમુખ પદભાર માટે મહિલા સદસ્ય તેટલા દાવેદારોની ચર્ચા, ભાજપ મુંજાયુ!

બાબરા નગર પાલિકા ની તાજેતર માં યોજાયેલી ચુંટણી માં 6 વોર્ડ ની 24 બેઠકો માંથી 22 ઉપર ભાજપ અને 2 બેઠક માં કોંગ્રેસ વિજય ના પરિણામો બાદ ગત.તા.12 ના જીલ્લા કલેકટર દ્વારા નગરપાલિકા પ્રમુખ ઉપ પ્રમુખ ચુંટણી તા.19 સાંજે 4.30 કલાકે યોજવા નોટીસ જાહેર કરી છે અને આ બેઠક ના અધ્યાસી અધિકારી અધ્ય્ક્ષ તરીકે લાઠી પ્રાંત અધિકારી ની નિમણુક આપવા માં આવી છે બાબરા નગર પાલિકા પ્રમુખ પદ માટે રોસ્ટર સામાન્ય સ્ત્રી હોવાથી કોઈ પણ સ્ત્રી સદસ્ય પોતાની દાવેદારી કરી શકે છે જયારે સ્ત્રી સદસ્ય તરીકે બાબરા નગર પાલિકા માં ભાજપ પાસે 11 અને કોંગ્રેસ પાસે 1 મહિલા સદસ્ય ચુટાયેલા છે સ્પષ્ટ બહુમત ધરાવતા ભાજપ માંથી પ્રમુખ બનવા હાલ તમામ સદસ્ય મહિલા પોતાનું એટીચેટી નું જોર લગાવી રહ્યા છે તેમાં માં આજે સ્થાનિક ભાજપ શહેર પ્રમુખ સહિત ના મોટા ભાગના હોદેદારો ગાંધીનગર ખાતે જીલ્લા મીનીસ્ટર અને જીલ્લા પ્રભારી સમક્ષ રજુઆતો કરવા દોડી ગયા નું જાણવા મળે છે વર્ષ 2005 થી બાબરા નગર પાલિકા અમલી બની અને ત્યાર થી અત્યાર સુધીમાં કોંગ્રેસ બે વખત અને ભાજપ ત્રીજી વખત સ્પષ્ટ બહુમત સાથે ચુટાય આવ્યું છે, જેમાં અઢી વર્ષ તરીકે પ્રમુખ પદ માટે ના શાશનકાળો માં દરેક બહોળી ગણાતી જ્ઞાતિ સમાજ પટેલ વણિક લોહાણા મુસ્લિમ ક્ષત્રિય ને પ્રમુખ પદ મળી ચુક્યું છે બાબરા શહેર માં પહેલા ક્રમે મતદાર ગણાતા કોળી સમાજ માંથી એક પણ વખત પ્રમુખ પદ ભાજપ કે કોંગ્રેસ પક્ષ દ્વારા આપવા માં આવ્યું નથી તેથી કોળી સમાજ પણ પ્રમુખપદ ના પાર્ટી મેન્ડેડ મળવા માટે પ્રખર રજુઆત કરી રહ્યા નું ચર્ચાયું છે
ભાજપ કોળી સમાજ નો માત્ર મતબેંક તરીકે ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ
બાબરા શહેર તાલુકા કોળી સમાજ ના આગેવાન નટુભાઈ જાસલીયા અને મુકેશભાઈ ભાલીયા ના જણાવ્યા મુજબ બાબરા નગરપાલિકા માં વર્ષ 2026 ઈલેકશન માં ભાજપ દ્વારા કોળી સમાજ ને આપેલ ઉમેદવાર ટીકીટ માં એકપણ કોળી સમાજ ના ઉમેદવાર હારેલ નથી સાથોસાથ શહેર માં સૌથી વધુ મતદારો તરીકે કોળી સમાજ મોખરે છે.
જેથી ભાજપને ત્રણ ત્રણ વખત બહુમતી મળવા છતાં સમાજ ને પ્રમુખ સ્થાન એક પણ વખત આપવા માં આવેલ નથી તેનો ભારોભાર અફસોસ છે અને ભાજપ માત્ર સમાજ ને મતબેંક તરીકે ઉપયોગ કરવા માં આવી રહ્યા નું લાગી આવે છે.

રિલેટેડ ન્યૂઝ