રૂ.5800થી વધારેના દંડની પોલીસ દ્વારા વસૂલાત
બગસરામાં હાલમાં આવેલ નવ નિયુક્ત પી આઈ વી કે ગોલવેલકર તેમજ પી એસ આઈ ગઢવી તેમજ સ્ટાફ દ્વારા શહેરમાં બેફામ વાહનો પાર્ક કરેલ તેમજ નંબર પ્લેટ વગરના અને કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વગરના વાહનો ઉપર તવાઈ કરવામાં આવી હતી. જેમાં 17 જેટલાં વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અને 5800 જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના ટ્રાફિક ધરાવતા વિસ્તાર જેવાકે વિજય ચોક, કુંકાવાવ ચોકડી, સ્વામિનારાયણ સર્કલ, તેમજ નદીપરા જેવા વિસ્તારમાં ટ્રાફિક ડ્રાય કરવામાં આવી હતી. જયારે આવી ટ્રાફિક ડ્રાયથી શહેરના વેપારી લોકોમાં ખુશી તો રોમિયો ગિરી કરતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. અને વેપારીઓ માંગ કરવામાં પણ આવી છે કે આવી રીતે બેફામ ચલાવતા વાહનો અને ઘોઘાટ કરતા હોર્ન અને સાયલેસન તેમજ વાઈટ લાઈટ ધરાવતા વાહનો ઉપર પણ તવાઈ કરવામાં આવે. અને આવી કામગીરી કાયમ માટે કરતા રહે. જેથી કરીને આવા લોકોમાં પોલીસનો ડર કાયમ રહે.
