અમરેલી જિલ્લામાં વિવિધ નગરપાલિકાઓનાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી

ધારી,બગસરા, અમરેલી, દામનગર, બાબરા નગરપાલીકાઓમાં હોદ્દેદારોની વરણી કરાઈ

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત વિવિધ નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની વરણી જાહેર કરવામાં આવી છે. જિલ્લા ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ ધારી, બગસરા, અમરેલી, દામનગર, બાબરા અને સાવરકુંડલા નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે.
ધારી નગરપાલિકામાં પ્રમુખ તરીકે જયદેવભાઈ ચંપુભાઈ બસિયા, ઉપપ્રમુખ તરીકે પરેશભાઈ ભગુભાઈ પટ્ટણી, કારોબારી ચેરમેન તરીકે મનસુખભાઈ પંચાભાઈ ભૂવા, પક્ષના નેતા તરીકે મનિષબેન જીતેન્દ્રભાઈ વ્યાસવાલ અને દંડક તરીકે જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે.
બગસરા નગરપાલિકામાં નિરવભાઈ રમેશભાઈ ગોડલિયા પ્રમુખ, વિપુલભાઈ ભગવાનભાઈ પાંધર ઉપપ્રમુખ, ચિરાગભાઈ સુરેશભાઈ પરમાર કારોબારી ચેરમેન, કાનાભાઈ નાગાભાઈ વાળા પક્ષના નેતા અને સોનલબેન રાજેશભાઈ હોટલિયા દંડક તરીકે નિયુક્ત કરાયા છે.
અમરેલી નગરપાલિકામાં વૈશાલીબેન સંદીપકુમાર માંગરોળીયા પ્રમુખ, વિરલભાઈ લાખુભાઈ પોપટ ઉપપ્રમુખ, મોહિબભાઈ જયેશભાઈ ઉપાધ્યાય કારોબારી ચેરમેન, સંગીતાબેન હરેશભાઈ ચાવડા પક્ષના નેતા અને દીપુભાઈ બાબુભાઈ વાળા દંડક તરીકે વરાયા છે.
દામનગર નગરપાલિકામાં ભાવનાબેન મહિપતગીરી ગોસ્વામી પ્રમુખ, મીરાબેન મહેન્દ્રભાઈ ચૌહાણ ઉપપ્રમુખ, વિપુલભાઈ નરશીભાઈ બોખા કારોબારી ચેરમેન, બાબુબેન ભૂરાભાઈ ટાસલા પક્ષના નેતા અને શ્રદ્ધાબા સંજયભાઈ બારડ દંડક તરીકે પસંદ કરાયા છે.
બાબરા નગરપાલિકામાં રંજનબેન રમેશભાઈ પરવાડિયા પ્રમુખ, યોગેશભાઈ દીપકભાઈ શુકલ ઉપપ્રમુખ, ભરતભાઈ બાબુભાઈ રાંગપરા કારોબારી ચેરમેન, શિવરાજભાઈ એવલાભાઈ ખાચા પક્ષના નેતા અને મનિષાબેન પરેશભાઈ સરવૈયા દંડક તરીકે નિયુક્ત થયા છે.
સાવરકુંડલા નગરપાલિકામાં નયનબેન અતુલભાઈ કાપડિયા પ્રમુખ, નુતનબેન પરાગભાઈ તન્ના ઉપપ્રમુખ, જયેશભાઈ પરસોતમભાઈ ટાંક કારોબારી ચેરમેન અને દિનેશભાઈ બાબુભાઈ રાઠોડ પક્ષના નેતા તરીકે પસંદગી પામ્યા છે.

રિલેટેડ ન્યૂઝ