રાજુલા પંથકમાં ડીઝલની અછતથી ખેડૂતોમાં આક્રોશ: ધીરજ ખૂટતા ચકકાજામ કર્યો

ડીઝલ માટે પંપો પર ટ્રેકટરોની લાંબી લાંબી લાઈનો-ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીને ડીઝલ મળે અમને કેમ નહી?: ખેડૂતોનો રોષ

અમરેલી જિલ્લામાં ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો રાજુલા-સાવરકુંડલા રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ પર વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો ડીઝલ પુરાવવા માટે લાગી હતી કાળઝાળ ગરમી અને તાપમાન વધતા ખેડૂતો વિફરી આક્રોશિત બન્યા હતા અને આખરે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી ચકાજામ કરી નારાજગી વ્યક્ત કરી હતી છેલ્લા પાંચ દિવસથી સતત રાજુલા જાફરાબાદ પંથકના ખેડૂતો ડીઝલ માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે રોજિંદા ખેડૂતોને ખેતીકામ માટે જરૂરી ડીઝલ મેળવવા ખેડૂતોને એક કિલોમીટર સુધીની લાંબી લાઈનમા 40 ડિગ્રી જેટલા કડકડતા તાપમાન વચ્ચે ઊભા રહેવું પડી રહ્યું છે. છતાં પણ પૂરતું ડીઝલ મળતું ન હોવાથી ખેતીવાડીના કામો પર સીધી અસર પડી રહી છે. જેના કારણે હવે ખેડૂતોમાં વધુ નારાજગી સાથે રોષ વ્યકત કરી રહ્યા છે
રાજુલા સાવરકુંડલા હાઇવે ચકાજામ
રાજુલા-સાવરકુંડલા હાઇવે પર મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી ગયા હતા અને ટ્રેક્ટરો આડા રાખી ચક્કાજામ કર્યો હતો. જેના કારણે હાઇવે પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો થોડીવાર માટે વાહનો બંધ કરી અટકાવી દીધા હતા જેના કારણે અન્ય વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા સરકાર અને સંબંધિત તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ખેડૂત મનુભાઈ નકુમએ જણાવ્યું હવે આ સરકારએ શુ ધારી છે ઇ ખબર પડતી નથી ખાતર લેવા જઈએ તો લાઇન નોટબંધી હતી તો લાઈનમાં ડીઝલ લેવું તો લાઇનમાં હવે અમારે કરવાનું શુ ખેતી કરવી કે લાઇનમાં રહેવું સવારે 4 વાગ્યાના લાઈનમાં છીએ બે બે હજારનું ડીઝલ આપે 24 કલાક ખેતી કરવાની અને 12 કલાક ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવાનું સરકારનો નિવેડો લાવો ટ્રક વાળા ગમે ઇ આવે ટાંકયું ભરી દે ખેડૂતોનો શુ વાંક ખેડૂતોએ શુ કય ગુન્હો કર્યો?
ખેડૂત વાલજીભાઈએ જણાવ્યું અમને અહીંયા પૂરતું ડીઝલ મળતું નથી અમારે દરોજ લાઈનમાં ઉભું રહેવું પડે છે હવે જૂન મહિનો આવી ગયો સતાવર રીતે 15 જૂન એ ચોમાસુ બેસી જાય છે તો હજી સંપૂર્ણ અમારી ખેતી બાકી છે અમને પૂરતું ડીઝલ મળતું નથી ખાનગી કંપની ટ્રાન્સપોર્ટર સહિત કંપ્નીને ડીઝલ મળે ખેડૂતોને કેમ નહિ સરકારની પાસે અપેક્ષા રાખીએ ખેડૂતોને સહયોગ સહકાર આપે તેવી વિનંતી કરીએ.
અધિકારીઓ સરકારની
વાતો પોકળ
રાજ્ય સરકાર અને સરકારી અધિકારીઓ પેટ્રોલ ડીઝલની અછત ન હોવાની વાતો કરે છે પરંતુ અહીં જિલ્લામાં સૌથી મોટી સમસ્યા ડીઝલની સામે આવી છે પેટ્રોલપમ્પ ઉપર રીતસર અફરા તફડી હોવા છતાં સબસલામતના દાવા કરવામાં આવી રહ્યા છે

રિલેટેડ ન્યૂઝ