બગસરા એસ.ટી. ડેપોમાં ચાલતા વર્કશોપના કામ દરમિયાન આગ લાગતા અફડાતફડી

કોન્ટ્રાકટરે બેદરકારીથી કપાયેલા વૃક્ષમાં આગ લગાડતા આગ બેકાબુ બન્યાનો આક્ષેપ: કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટમાં મૂકવા લોક માંગ

ગઈ કાલના રાત્રી દરમિયાન બગસરા એસટીડેપો ડેપોમાં ચાલી રહેલ અંદાજે 4.5 કરોડના ખર્ચે વર્ક શોપ બની રહેલ છે. આ કામનો કોન્ટ્રાકટર અખિલ એન્ટરપ્રાઈઝ જૂનાગઢને આપવામાં આવેલ છે આ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા આગ લગાડવામાં આવી હતી. ત્યાર બાદ આ આગ વિકરાળ રૂપમાં આવી ગયેલી હતી. કોટ્રાક્ટરની ઘોર બેદરકારી અને અણસમજના કારણે આગ લાગી હતી. જયારે આગ લાગતા આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં અફરા તફરી મચી ગઈ હતી.આ આગની જવાળા 15 થી 20 ફૂટ ઉંચી ઉડતા આજુબાજુના રહેવાશીમાં ભયનું વાતાવરણ ઉભું થયું હતું. મળતી વિગત અનુસાર હાલમાં ચાલી રહેલ બગસરા એસટી ડેપોમાં વર્ક શોપનું કામ ચાલી રહેલ છે તેના કોટ્રાક્ટર દ્વારા કપાયેલ વુક્ષને આગ લગાડવામાં આવતા જોત જોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, ત્યાર બાદ તત્કાલ બગસરા પાલિકાના ફાયર ફાઇટર તેમજ અમરેલી ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ઘટના સ્થળ ઉપર ફાયરની ટીમ દોડી આવેલ હતી ત્યાર બાદમાં ફાયર ફાઇટરની ટીમએ પોતાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી પરંતુ આગ એટલી હદે વિકરાળ સ્વરૂપમાં આવી ચુકી હતી કે બે કલાકથી વધારે સમય બાદ આગ કાબુમાં આવી હતી.આ આગથી લગભગ 200 મીટરના અંતરે એસટી ડેપોનો ડીઝલનો પમ્પ પણ હતો પરંતુ સદનશીબે આ આગ ત્યાં સુધી પહોંચી નહિ નહીંતર બહુ મોટો અકસ્માત બની શકે તેમ હતો. પરંતુ ફાયર ટીમ સાથે સ્થાનિક લોકોના સહયોગથી આ વિકરાલ આગ કાબુમાં આવી હતી જોકે કોઈ જાન હાની પણ થયેલ ના હતી. જયારે આ કોટ્રાક્ટરને ડેપો મેનેજર તેમજ અહીંના લોકો દ્વારા અવાર નવાર ના પાડવા છતાં આ વુક્ષને આગ લગાડવામાં આવી હતી તો આવા પોતાની મનમાની ચલાવતા અને બેદરકારી દાખવતા કોટ્રાક્ટર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા બેદરકાર કોટ્રાક્ટર બ્લેક લિસ્ટમાં મુકવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી હતી.

રિલેટેડ ન્યૂઝ