અમરેલી: ખૂનની કોશિષના ગુનામાં આરોપીઓને પકડી પાડતી અમરેલી પોલીસ

અમરેલીના બહારપરા વિસ્તારમાં આવેલ ધાચીવાડમાં રહેતાં સીરાજભાઇ જમાલભાઇ ચાવડા નામના 40 ડ્રાઇવર યુવકને અમરેલીમાં રહેતાં આરોપી સોહિલ ઉર્ફે સચી ઇબ્રાહીમભાઇ રાઠોડના પત્નિ સાથે સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી ગત તા.20ના રોજ અમરેલીમાં રહેતાં સોહિલ ઉર્ફે ચચી ઇબ્રાહીમભાઈ રાઠોડ, સલીમ ઉર્ફે છનો ઇબ્રાહીમભાઈ રાઠોડ, સીરાજભાઇ ઇબ્રાહીમભાઈ રાઠોડ તથા અજમલ ઉર્ફે અજુ અસરફભાઈ રાઠોડ સહિત 4 આરોપીઓએ ડ્રાઇવર યુવકને જાનથી મારી નાખવાના ઇરાદે ખુલ્લી તલવાર તથા લોખંડનો પાઇપ લઇ આવી ચાલુ મોટર સાયકલ ઉપર તલવારનો ઘા મારતા યુવક નીચે પડી જતા લોખંડના પાઇપ વડે આડેધડ ધા મારી આરોપીઓએ એકસંપ કરી હથિયાર વડે યુવકને જીવલેણ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.આ બનાવને લઈ અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતએ આ ગુનાઓના આરોપીઓને સત્વરે શોધી કાઢવા સુચના આપેલ હોય જે ગુનામાં સંડોવાયેલ અમરેલીમાં રહેતાં સોહિલ ઉર્ફે ચચી ઇબ્રાહીમભાઈ રાઠોડ, સલીમ ઉર્ફે છનો ઇબ્રાહીમભાઈ રાઠોડ, સીરાજભાઇ ઇબ્રાહીમભાઈ રાઠોડ તથા અજમલ ઉર્ફે અજુ અસરફભાઈ રાઠોડ સહિત 4 આરોપીઓ ગુનો આચરી પોલીસ ધરપકડથી બચવા નાશી ગયેલ હોય જેને પકડવા માટે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એમ.એમ.ઝાલાના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગુનાના ચારેય આરોપીઓને ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ