15 દિવસમાં શિકારી શ્ર્વાનનો માનવ પર ત્રીજો હુમલો

વડીયાના ખાનખીજડીયા ગામે શિકારી શ્ર્વાનનો આતંક: બાળકને બચકા ભરી ઘાયલ કર્યો: શિકારી શ્ર્વાનની ટોળકીને અંકુશમાં લેવા લોકમાંગ

અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા વડિયાના ગ્રામીણ વિસ્તાર એવા ખાન ખીજડીયા ગામે ખેતીક્ષેત્રમાં કામ કરતા ખેતમજૂર પરીવાર પર કરુણ ઘટના સામે આવતી જોવા મળી છે. ખાન ખીજડીયા ગામે વિજયભાઈ હીરપરા ની વાડીએ રહી ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા ખેતમજૂર પરીવારનો સાત વર્ષનો વિજય નામનો દીકરો ચાલ્યો આવતો હોય ત્યારે અચાનક ત્રણ શ્ર્વાન ત્યાં આવી તેના પર હીંચકારો હુમલો કરી તેને શરીરના અનેક ભાગે બાચકા ભરતા તે લોહી લુહાણ કર્યો હતો. તેની જાણ થતાની સાથે જ તેને બચાવીને 108 મારફતે વડિયા સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા તેને જૂનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
વાડી વિસ્તારમાં શ્ર્વાનના આતંકથી ખેડૂતો અને ખેતમજૂરોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે. આવા માનવ ભક્ષી સ્વાનની ટોળકી સતત બાળકોને શિકાર બનાવતી જોવા મળી છે ત્યારે આ બાબતે કાર્યવાહી કરવી જરૂરી બને છે. જેથી વારંવાર આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય.થોડા સમય પહેલા ત્યા સાત વર્ષની દીકરીને શ્ર્વાને બચકા ભરીને મોતને ઘાટ ઉતારી હતી તો તેં જ પરીવારની મોટી દિકરી પર પણ જીવલેણ હુમલો કર્યો હતો અને તેને જૂનાગઢ સારવાર અર્થે ખાસેડાઈ હતી ત્યાર બાદ આજે ફરી આ ખેત મજુરના સાત વર્ષના નાના દીકરા પર હુમલો થતા તેને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાસેડવામાં આવ્યો છે. ત્યારે સ્વાનના સતત હુમલાથી ખાન ખીજડીયા ગામના વાડી વિસ્તાર માં ભયનો માહોલ ફેલાયો હોય તેમ ખેડૂતો અને ખેત મજૂરો આ શિકારી સ્વાન ટોળકી પર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ