નિયમિત વેરો ભરતી જાફરાબાદની જનતાને કાળઝાળ ઉનાળામાં 20-20 દિવસે પાણી વિતરણ

સામા કાંઠા વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા ઠપ્પ : લોકોએ પૈસા ખર્ચીને પાણી મગાવવું પડે છે

જાફરાબાદ ના સામાકાંઠાના ઘણાખરા વિસ્તારોમાં 20 દિવસ થવા છતાં પણ પાણી વિતરણ કરવામાં આવતું નથી ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે નાગરિકોને જીવન જરૂરિયાતનું પાણી 20 દિવસે પીવાનું પાણી મળી રહ્યું છે. એ પણ પાલિકા ના ચિફ ઓફિસર ને ફોન કરવામાં આવે ત્યારે વાલ્લમેન પાણી વિતરણ કરે નહીં તો એની મરજી મુજબ પાણી વિતરણ કરવામાં આવ્યું રહ્યું છે. મહિલાઓ એકબીજા ના ઘરે થી પાણી માંગી પોતાના રોજિંદા કામમાં રસોઈ થી લઈને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. તેવામાં નાછુટકે આમજનતા 200 થી 300 રૂપિયા ખર્ચી ટાંકા મંગાવી નગરપાલિકા સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.
સામાકાંઠા વિસ્તારોમાં જીવન જરૂરિયાત પાણી વિતરણ વ્યવસ્થા ઠપ્પ આમજનતા પાલિકા ને પાણી વેરો સમયસર ભરવા છતાં પણ સામાકાંઠા વિસ્તારોના નાગરિકોને તરસ્યા રખાવવા આવી રહ્યા છે. સરકારની યોજના નળ સે જળ યોજના ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ સિમિત હોય તેવું આમજનતા ને લાગી રહ્યું છે. પાણી બાબતે મહીલાઓ આ વાલ્લમેન કહે તો મહિલાઓ ને તોડી ભાષા વાપરી રહ્યો હોય તેવું પણ લોક મુખે ચર્ચા થઈ રહી છે.
આ બાબતે પ્રાદેશિક કમિશ્નર ભાવનગર તથા જીલ્લા કલેક્ટર અમરેલી બન્ને કચેરી જનતાની સમસ્યાઓનો અભ્યાસ કરી નિકાલ કરાવે તેવી આમજનતા માંથી માંગ ઉઠી રહી છે.

રિલેટેડ ન્યૂઝ