અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતએ અમરેલી જીલ્લામાં બનતા ઓનલાઈ સાયબર ફ્રોડ લગત ગુનાઓના આરોપીઓને સત્વરે શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય, જે અનુસંધાને અમરેલી સીટી પાલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતાની કલમ-318(4) તથા આઈ.ટી.એકટ કલમ-66(ડી) મુજબનો ગુનો ગત તા.6 ના રોજ નોંધાયેલ હતો. જેમાં અમરેલી રહેતા દર્શક રવજીભાઇ વઘાસીયા નામના યુવકને આરોપીએ શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટમાં સારા વળતરની લાલચ આપી આરોપીએ અલગ અલગ ઞઙઈં ઈંઉ માં યુવકના અલગ-અલગ કુલ રૂપિયા 69,441 ઓળવી જઇ ઠગાઈ કરી ગુનો આચરેલ હતો.
જે પૈકી આરોપીના એક ઞઙઈં ઈંઉ માં રૂપિયા 30,000 જમા થયેલ હોય જે અંગે પોલીસે તપાસ કરી વિગત મેળવતા આરોપીના બેંક એકાઉન્ટ નંબર ઉપર ગુજરાત સહીત અલગ-અલગ રાજ્યોની કુલ 8 સાયબર ફ્રોડ અંગેની ફરીયાદ નોંધાયેલ હોવાનુ ધ્યાને આવેલ હતું. જેમાં પકડાયેલ આરોપી પાટણ જિલ્લાના વરાણા ગામે આવેલ ખોડીયાર નગર, મેઇન રોડ પર, ઠાકોર વાસમાં રહેતા મહેન્દ્રજી મફાજી ઠાકોરના બેંક એકાઉન્ટની વિગત તપાસતા માત્ર 2 માસના ટૂંકા સમયગાળા દરમ્યાન કુલ રૂપિયા 2,74,40,197 (બે કરોડ ચુમોત્તેર લાખ ચાલીસ હજાર એક સો સત્તાણુ રૂપિયા) ના શંકાસ્પદ ટ્રાન્જેક્શન થયેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઇ આવેલ હતું. આ ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.ઝાલાના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા આ ગુનાના આરોપી મહેન્દ્રજી મફાજી ઠાકોરને ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી ઝડપી પાડી હાલ આગળની તપાસ ચાલુમાં છે.