બે શખ્સોને રોકડ, વાહન સહિત રૂા. 51,425ના મુદ્દામાલ સાથે ઝડપ્યા
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલાની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે અમરેલી, નાગનાથ મંદીરની પાછળ, આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા હિરેન ધીરૂભાઇ માલવી તથા અમરેલીના મીની કસ્બા શેરી નં. ર, માં રહેતા મહેબુબ ઉર્ફે લાંબો ઇકબાલભાઇ વાઘેલા બે શકમદ ઇસમોને રોકડ રકમ તથા મોટર સાયકલ સાથે પકડી પાડી, પકડાયેલ બન્ને ઇસમોની સઘન પુછ પરછ કરતા અમરેલીમાં માંગા હનુમાન મંદિર સહિત અલગ અલગ ચાર જગ્યાએ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા બંને આરોપીને રોકડા રૂ.1,405 તથા એક પીળા હાથાનું પક્કડ તથા એક સુઝુકી એકસેસ મોટર સાયકલ જેના રજી. નં. ૠઉં-14-ઇઋ-5173 કિંમત રૂપિયા 50,000 મળી કુલ રૂપિયા 51,425 ના મુદ્દામાલ સાથે અટક કરી અમરેલી સીટી પોલીસ સ્ટેશન મંદિર ચોરીના ગુનો ભેદ ઉકેલવામાં કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
ઝડપાયેલ બન્ને ઇસમોની સઘન પુછપરછ કરતાં બન્ને ઇસમો બે દિવસ પહેલા રાત્રીના મોટર સાયકલ લઇ અમરેલીમાં સોમનાથ મંદિર પાસે ભરવાડ વાડા પાસે આવેલ હનુમાનજી મંદીરે ગયેલ અને મંદિરની ગ્રીલ તોડી દાન પેટીની ચોરી તેમાંથી રોકડ રૂ.2800 જેટલી રકમની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ હતી.
બે દિવસ પહેલા અમરેલીમાં મણીનગરમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરે ગયેલ અને આ મંદિરમાંથી આશરે રૂ.300 ની ચોરી કરેલ કરેલ હોવાની હકિકત જણાવેલ છે. આશરે છ મહિના પહેલા રાત્રીના સમયે મોટર સાયકલ લઇ અમરેલીમાં કામનાથ મહાદેવ મંદિર ગયેલ અને આ મંદિરમાંથી દાનપેટીની ચોરી કરી આ દાનપેટી તોડી તેમાંથી રોકડ રૂ.1400 ની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ છે. આશરે છ મહિના પહેલા રાત્રીના મોટર સાયકલ લઇ અમરેલી ઠેબી ડેમના કાંઠે ગરીયા જવાના રસ્તા પાસે આવેલ હનુમાનજી મંદિરે ગયેલ અને મંદિરનો દરવાજો તોડી ચોરી કરવાની કોશીષ કરેલ હોવાની હકિકત જણાવેલ હતી.
