અમરેલી જિલ્લામાં યમદૂતના ડેરા તંબુ 24 કલાકમાં ચાર લોકોના કમોત

અમરેલીમાં આધેડે, માંગવાપાળ ગામે યુવકે તરકતળાવ ગામે આધેડે જીવનલીલા સંકેલી, ચખડિયા ગામે પડી જતાં યુવકનું મૃત્યુ

અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે યુવક તથા બે આધેડ સહિત ચાર વ્યક્તિઓના કોઈ અલગ અલગ કારણોસર મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં સ્થાનિક પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. પ્રથમ બનાવમાં અમરેલીના હનુમાનપરા રોડ ઉપર આવેલ ગોકુલ ગાર્ડન નંબર-2 માં રહેતા દિપકભાઈ દામજીભાઈ દુહેરા નામના 54 વર્ષીય આધેડે ગત તા.10 ના રોજ બપોર ના 3 વાગ્યે અમરેલી કામનાથ મંદિર પાસે કોઈ કારણોસર પોતાની મેળે ધઉમાં નાખવાનો ઝેરી પાઉડર પી જવાથી તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. બીજા બનાવમાં અમરેલી તાલુકાના માંગવાપાળ ગામે રહેતા જૈમીન ગીરધરભાઇ ઠુંમર નામના 26 વર્ષીય યુવકે ગત તા.9 ના રોજ રાત્રે 11 થી તા.10ના સવારે 7 વાગ્યાના કોઇપણ સમયે માંગવાપાળ ગામે કોઇ અગમ્ય કારણોસર ગળાફાસો ખાય જવાથી તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. ત્રીજા બનાવમાં અમરેલી તાલુકાના તરકતળાવ ગામે રહેતા અશોકભાઇ શામજીભાઇ દેવાણી નામના 52 વર્ષીય આધેડ એકલા રહેતા હોય તેમજ લગ્ન થયેલ ન હોય અને પોતે લોન લીધેલ હોય જેની ભરપાઇ કરવાનું માનસીક ટેન્શન રહેતું હોય જેથી તેમણે કોઇ ઝેરી દવા પી જતા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. ચોથા બનાવમાં પંચમહાલ જિલ્લાના વતની અને હાલ સાવરકુંડલા તાલુકાના ચખડીયા ગામે રહેતા દિનેશભાઇ ચંદુભાઇ નાયક નામના 38 વર્ષીય યુવક ગત તા.9 ના સાંજના છએક વાગ્યા આસપાસ સાવરકુંડલા અમરેલી રોડે આવેલ અલ્પેશભાઇ પટેલની વાડીની બાજુમાં પડી ગયેલ હાલતમા માથામાં વાગી ગયેલ હાલતમા બીનવારસી મળી આવેલ હોય તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

રિલેટેડ ન્યૂઝ