પ્રાથમિક શિક્ષકોની TET પરીક્ષાના વિરોધમાં અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મેદાને

વિશાળ સંખ્યામાં શિક્ષકોના ધરણા પછી કલેક્ટરને અપાયું આવેદનપત્ર

અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકો માટે ફરજિયાત કરાયેલી TET પરીક્ષાના વિરોધમાં ’ઝઊઝ પરીક્ષા મુક્તિ કાર્યક્રમ’ અંતર્ગત આજે એક વિશાળ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ આંદોલનના ભાગરૂપે જિલ્લાભરના પ્રાથમિક શિક્ષકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ધરણા કર્યા હતા અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
પ્રાથમિક શિક્ષકોને ફરજિયાત ટેટ પરીક્ષા આપવા માટે થયેલ સરકારના આદેશને પગલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ખજાનચી મહેન્દ્રભાઈ વિંછીયા ના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો, હોદ્દેદારો અને પ્રતિનિધિઓ આ ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા.
શિક્ષક સંઘના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, વર્ષોથી સેવા આપતા અને અનુભવી શિક્ષકો પર ફરીથી ઝઊઝ પરીક્ષા થોપવી એ અન્યાયકર્તા છે. ’ઝઊઝ પરીક્ષા મુક્તિ’ એ શિક્ષકોનો હક છે અને સરકાર આ નિર્ણય સત્વરે પાછો ખેંચે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી. ધરણા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા, મહામંત્રી રસિકભાઈ મહેતા, પ્રવીણભાઈ કસવાળા ખજાનચી પ્રમોદભાઈ કાનપરિયા, તેમજ ઘટક સંઘના પ્રમુખ મહામંત્રી અન્ય મુખ્ય હોદ્દેદારોની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળ દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો શિક્ષકોની આ વ્યાજબી માંગણીઓ સંતોષવા માટે માંગણી કરી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ટીમ અને તમામ સભ્ય શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ