અમરેલી : એસ.ટી. વિભાગમાં કંડક્ટર ભરતીમાં ફર્સ્ટ એઈડ સર્ટી બાબતે સુચન સ્વીકાર્ય

ભાજપ અગ્રણી ડો. કાનાબારના સુચનનો મુખ્યમંત્રી દ્વારા સ્વીકાર કરાયો

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને રાજય તેમજ સરકારમાં અવાર-નવાર સોશ્યલ મીડિયાના માઘ્યમથી પત્ર કે ટેલીફોનિક જનહિતમાં રજુઆત કરતા ડો.ભરત કાનાબારે એસ.ટી.કંડકટરની ભરતી પ્રક્રિયા માટે જરૂરી ફર્સ્ટએઈડ સર્ટિફિકેટ અંગે સીએમઓ અને નાયબ મુખ્યમંત્રીને કરેલ રજુઆતનો સરકારે નિર્ણય કરતા રાજયનાં લાખો યુવકોમાં રાહતની લાગણી ફરી વળી છે.
વિગત એવા પ્રકારની છે કે એસ.ટી. કંડકટરની ભરતી પ્રક્રિયાના અરજી ફોર્મમાં ફર્સ્ટએઈડ સર્ટિફિકેટ જોડવું ફરજિયાત હોવાથી આ ભરતી પ્રક્રિયામાં જોડાવવા ઈચ્છતા લાખો બેરોજગાર યુવકોને ફર્સ્ટએઈડ સર્ટિફિકેટ માટે જરૂરી 16 કલાકની તાલીમ, અરજી ફોર્મ સહિત માટે અંદાજિત 100 કરોડ રૂપિયા ખર્ચે કરવો પડે તેમ હોય આ બાબત ડો.કાનાબારને ઘ્યાને આવેલ.આથી, તેઓએ સીએમઓમાં રજુઆત કરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ટેલીફોનિક વાતચીત કરીને જણાવ્યું કે જે ઉમેદવારનું સિલેકશન થાય તેમને જ 16કલાકની તાલીમ લેવી જરૂરી કરીને અન્ય યુવકોને થતો ખર્ચ અટકાવવો જોઈએ.ડો. કાનાબારનું સૂચન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સ્વીકારતા એસ.ટી. વિભાગની વડી કચેરીએ એક પરિપત્ર જાહેર કરેલ છે. જેમાં જણાવેલ છે કે,ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા કંડકટર કક્ષામાં ભરતી માટે જાહેરાત પ્રસિઘ્ધ કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ