અમરેલી જિલ્લામાં સિંહોની સુરક્ષીત અવર-જવર માટે અંડર પાસનું કામ પૂર્ણતાના આરે: આગામી દિવસોમાં શરૂ થશે

રેલવે ટ્રેક પર સિંહોની સુરક્ષા વધારવા મહત્વનો નિર્ણય
સિંહો ટ્રેક નીચેથી ક્રોસીંગ કરશે: વન વિભાગ કેમેરા લગાવશે: જો સફળતા મળે તો વધુ અંડરપાસ બનાવવાનું આયોજન

વર્ષ 2024માં રેલવે ટ્રેક પર સિંહોના અકસ્માતની ઘટનાઓ બાદ હાઈકોર્ટના આદેશથી વન વિભાગ અને રેલવે દ્વારા એક ખાસ જઘઙ તૈયાર કરાઈ છે. આ જઘઙ હેઠળ અમરેલી જિલ્લાના લીલીયા, સાવરકુંડલા અને રાજુલા-પીપાવાવ વિસ્તારમાં સિંહોની સુરક્ષિત અવરજવર માટે ખાસ અંડરપાસ બનાવવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે બીજી તરફ દેશની શાન ગણાતા સાવજો સૌથી વધારે અમરેલી જિલ્લામાં નોંધાયા છે જયારે હવે વનવિભાગ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે ગુજરાતમાં 891 સિંહ માંથી અમરેલી જિલ્લામાં 339 ઉપરાંત સિંહો છેલ્લી વસ્તીગણતરી પ્રમાણે નોંધાયા છે અને વધારે અવર જ્વરના કારણે રેલવે સાથે સંકલન કરીને સિંહોના મોત અટકાવવા સાવજની સુરક્ષા વધારવા હકારાત્મક પહેલ કરી વનવિભાગ અને રેલવે વિભાગ આગળ આવ્યુ છે.બંને વિભાગોના સંયુક્ત સર્વે બાદ સિંહોની વધુ અવરજવર વાળા વિસ્તારોમા કુલ 5 બોક્સ-બ્રિજ (અંડરપાસ) મંજૂર કરાયા હતા જેમાંથી 3 અંડરપાસ સાવરકુંડલા-લીલીયા પંથકમાં અને 2 અંડરપાસ રાજુલાથી પીપાવાવ પોર્ટની વચ્ચે રેલવે ટ્રેક નીચે બની રહ્યા છે, જેથી સિંહોને ટ્રેક ક્રોસ ન કરવો પડે નીચે અંદરથી સુરક્ષિત રીતે સિંહ ક્રોસિંગ કરી શકે છે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
આગામી દિવસોમાં અંડરની
અંદર વનવિભાગ કેમેરા ગોઠવશે
હાલ આમાંથી 2 થી 3 અંડરપાસનુ કામ પૂર્ણ થવાના આરે છે, જ્યારે બાકીના કામો પ્રગતિમાં છે. આ અંડરપાસ શરૂ થતા જ શેત્રુંજી વનવિભાગ ત્યાં ટ્રેપ કેમેરા ગોઠવશે, જેથી સિંહો અને અન્ય વન્યજીવોના મૂવમેન્ટ પર ચોક્કસ મોનિટરિંગ અને બાજ નજર રાખી શકાય આ દેશના ગૌરવ સમાન સાવજો માટે સૌથી મોટી સુરક્ષા વધારવા માટે શેત્રુંજી ડીવીજન વનવિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે રેલવે ટ્રેક પર લીલીયા સાવરકુંડલા રાજુલા પીપાવાવ પોર્ટ સુધીની લાઈન પર સૌથી વધારે સિંહ ક્રોસિંગ કરતા હોય છે જેના કારણે દર મહિને રેલવે વિભાગ અને વનવિભાગની મિટિંગ યોજાય છે જેમા સિંહોની સુરક્ષા બાબતે સર્ચા કરવામા આવતી હોય છે જયારે હાલમાં રેલવે વિભાગ કરોડો રૂપિયા ખર્ચે કરી અંડર પાસ બનાવવા જય રહ્યા છે રેલવે દ્વારા પણ જંગલ વિસ્તારમાં ટ્રેનની સ્પીડ લિમિટ દિવસ દરમિયાન 50 કિમી અને રાત્રે 30 કિમી નક્કી કરાઈ છે, જે લાઈવ લોકેશન એલર્ટ મળતા જ 15 કિમી કરી દેવાય છે. સિંહોને ટ્રેક પર આવતા રોકવા માટે ટૂંક સમયમાં જ ખાસ ચેઈન-લિંક ફેન્સિંગ અને મધમાખીનો અવાજ કરતા હની-બી બઝર્સ પણ લગાવવામાં આવશે.
અંડરપાસથી કેટલો ફાયદો થશે
પાલીતાણા શેત્રુંજી ડિવિઝન એસીએફ વિરલસિંહ ચાવડાએ વધુમાં કહ્યું જે અમારી છેલ્લે વિઝીટ થઈ હતી સ્ટાફની એ મુજબ બે થી ત્રણ અંડરપાસના કામ ઓલમોસ્ટ પૂર્ણતાના આરે છે.મુખ્ય જે આ લોકેશનો આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે, એ જ્યાં સિંહોની અવરજવર સૌથી વધારે થાય છે, અને જેમને રેલવે ક્રોસ કરીને જવું પડે છે, ટ્રેક ક્રોસ કરીને એ ન જવું પડે અને સરળતાથી અંડરપાસનો ઉપયોગ કરીને સિંહ ત્યાંથી જઈ શકે એના માટે આનો ઉપયોગ થશે. વધુમાં જ્યારે અંડરપાસ વર્કિંગમાં આવશે ત્યારે વન વિભાગનું એટલે કે શેત્રુંજી વન વિભાગનું અત્યારે હાલ એવું આયોજન છે કે ત્યાં અમે ટ્રેપ કેમેરા કે એવો એક મોનિટરીંગ સિસ્ટમ પણ લગાડશું કે જેથી આનો ઇફેક્ટિવ યુટિલાઇઝેશન વાઇલ્ડલાઇફ દ્વારા કરવામાં આવે છે કે કેમ એ ખ્યાલ આવે.
આગામી દિવસોમાં સફળતા
મળશે તો વધુ અંડરપાસ બનાવીશું
ભાવનગર રેલવે વિભાગ ડિવિઝન ડીઆરએમ દિનેશ વર્માએ વધુમા કહ્યું આ આખા કાર્યનો ખર્ચ આશરે સાડા નવ કરોડ છે. અને આ કાર્ય અમે પાંચ જગ્યાઓ પર પહેલા કરીશું, અને તેનું અમે પરિણામ જોઈશું કે કેટલા સિંહો જે છે તેમની ટેરિટરી બદલાતી રહે છે, તેમની અવરજવર બદલાતી રહે છે કેટલા તેઓ આનો ઉપયોગ કરી રહ્યા છે કેવુ આ અમને ફોરેસ્ટ વિભાગ પાસેથી જાણકારી મળી જાય છે. અને પછી જો આ અમારો પ્રયાસ સફળ થાય છે, તો અમે આને આગળ પણ વધારીશું અને ઘણા બધા અન્ડરપાસ બનાવવાની અમારી યોજના છે.

રિલેટેડ ન્યૂઝ