રૂ. 2.91 લાખનો મુદ્દામાલ જપ્ત
અમરેલી એલ.સી.બી. પોલીસ ટીમ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે દરોડો પાડી આ દરમિયાન અમરેલી, સરદાર ચોકમાંથી અમરેલીના સરદારનગર, શેરી નં.2, રેલ્વે ફાટક પાસે રહેતા ઇન્દ્ર ઉર્ફે રામકુ ભનુભાઇ ઉર્ફે વલકુભાઇ વાળા તથા અમરેલી, ચક્કરગઢ રોડ, અમૃતનગર, શેરી નં.2, માં રહેતા સુરજ દિનેશભાઇ ઉર્ફે દીલુભાઇ વાળા નામના બે ઇસમોને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 180 એમ.એલ.ની કુલ બોટલ નંગ 107 કિંમત રૂપિયા 11,688, રોકડા રૂપિયા 24,800, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ ર કિંમત રૂપિયા 55,000, એક ગ્રે કલરનું મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું કિંમત રૂપિયા 50,000 તથા બીજુ ગ્રે કલરનું મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું કિંમત રૂપિયા 50,000 તથા ત્રીજું કાળા કલરનું મોટર સાયકલ નંબર ૠ.જ.27.ઉ.છ 9119 કિંમત રૂપિયા 50,000, એક સફેદ ગ્રે કલરનું એકટીવા 5ૠ મોટર સાયકલ નંબર ગજ.14.અછ.4416 કિંમત રૂપિયા 50,000 મળી કુલ કિંમત રૂપિયા 2,91,488 ના મુદ્દામાલ મોટર સાયકલમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોની હેરફેર કરતા ઝડપી લઇ, પકડાયેલ આરોપીઓ તથા સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબિશન ધારા તળે કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. જયારે વિશાલ નરેશભાઇ ગંગાજળીયા, ભનુભાઇ ઉર્ફે વલકુભાઇ વાળા તથા વિરકુભાઇ દિનેશભાઇ વાળા રહે.ત્રણેય અમરેલીની શોધખોળ આદરી છે.
