અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા શરીર સંબંધી તથા મિલકત સંબંધી તથા પ્રોહિબીશન ગુનાઓને લગતી અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે સુચના આપવામાં આવેલ છે.
જે અનુસંધાને અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલાએ અમરેલી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ અમરેલીના રોકડીયાપરા સંકુલ ચોકડી પાસે રહેતા બળદેવભાઇ ભગાભાઇ સોલંકી નામના ઇસમ વિરૂધ્ધ પાસા અંગે દરખાસ્ત તૈયાર કરી અને પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટ અમરેલી તરફ મોકલી આપવામાં આવેલ હતી.
જે અન્વયે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્રાજ દ્વારા બળદેવભાઇ ભગાભાઇ સોલંકી નામના ઇસમ વિરૂધ્ધ કરવામાં આવેલ પાસા અંગેની દરખાસ્ત માન્ય રાખેલ હતી. અને આ ઇસમવિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરતા અમરેલી એલ.સી.બી. ટીમે આ પાસા વોરંટની બજવણી કરી બળદેવભાઇ ભગાભાઇ સોલંકી નામના ઈસમને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
