ચાવંડ ગામે યુવકે ઝેરી ટિકડા ખાતા, ખારીના યુવકે જંતુનાશક દવા પી જતા, પુજાપાદરમાં આધેડ મહિલા દાઝી જતા અને સાવરકુંડલામાં સારવાર દરમિયાન યુવકનું મોત
અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અલગ અલગ ચાર જેટલા બનાવોમાં એક મહિલા અને ત્રણ યુવક સહીત ચાર લોકોના મોત નીપજયાનું પોલીસ ચોપડે નોંધાતા બનાવ અંગે જે તે સ્થાનિક પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
પ્રથમ બનાવમાં લાઠી તાલુકાના ચાવંડ ગામે ચામુંડા માતાજીના મંદીર પાસે રહેતા વિપુલભાઇ રમેશભાઇ મીઠાપરા નામના 33 વર્ષીય યુવકને તેમની પત્નિ સાથે જમવા બાબતે ઝધડો થયેલ હોય જે વાતનું મનમાં લાગી આવતા ગત તા.3 ના રોજ સાંજે 4 વાગ્યા પહેલાના કોઇપણ સમયે ચાવંડ ગામે કાણકીયા સ્કુલ પાસે આવેલ અવાડા પાસે ઘઉંમાં નાખવાના ટીકડા પી’ જતા યુવકને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
બીજા બનાવમાં મધ્યપ્રદેશના વતની અને હાલ બગસરા તાલુકાના ખારી ગામે રહેતા લાલુભાઈ મધનભાઈ ભીંડે નામના 25 વર્ષીય યુવકને તેના ગામની એક છોકરી ગમતી હોય, અને આ છોકરીએ એક મહિના પહેલા બીજે લગ્ર કરી લેતા યુવક પોતે હતાશ થઇ ગત તા.3 ના રોજ રાત્રે 10 થી 12 વાગ્યા સુધીના કોઇપણ સમયે ખારી ગામે પરબતભાઈ રાખોલીયાની વાડીએ કોઇ જતુંનાશક દવા પી જતા તે યુવકને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
ત્રીજા બનાવમાં લીલીયા તાલુકાના પુજાપાદર ગામે આવેલ રામજી મંદિર પાસે મેઇન શેરીમાં રહેતી કૈલાસબેન રાજેશભાઇ ધાનાણી નામની 57 વર્ષીય મહિલા ગત તા.18/6 ના રોજ સવારના સાડા છ વાગ્યાના આસપાસ મેઇન શેરી રામજી મંદિર પાસે પુજાપાદર ગામે પોતાના ઘરે રસોડામાં ચા બનાવતી વખતે ગેસની પાઇપ લીક હોવાથી તેમાંથી આગ દ્વારા બ્લાસ્ટ થતાં આખા શરીરને દાજી જવાથી તેણીને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
જયારે ચોથા અને અંતિમ બનાવમાં સાવરકુંડલા ગામે હાથસણી રોડ ઉપર આવેલ આસોપાલવ સોસાયટી પાછળ રહેતા મનિષભાઇ નથુભાઇ સોંદરવા નામના 37 વર્ષીય યુવકને છેલ્લા પાંચેક વર્ષથી માથાનો દુ:ખાવો હોય અને રાજકોટ ખાતે હોસ્પીટલમાં સ્પાઇનનુ ઓપરેશન કરાવ્યા બાદ નિયમ મુજબ ત્રણ દિવસ પછી રજા આપી સરકારી હોસ્પીટલમાં રાજકોટ ખાતે સારવાર ખસેડાયેલ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
